RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI

કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં RuPay ડેબિટ કાર્ડ અને BHIM-UPI થકી કરવામાં આવનાર નાની રકમના ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા 2,600 કરોડ રૂપિયાની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે.

  • આ પગલાથી દેશમાં ડિજિટલ પેમેન્ટને વધુ વેગ મળશે.

મુખ્ય મુદ્દા

  • આ પ્રોત્સાહક યોજના 2022-23ના બજેટમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા અંગે કરવામાં આવેલી જાહેરાતનો એક ભાગ છે. આ હેઠળ, RuPay ડેબિટ કાર્ડ અને BHIM UPI ટ્રાન્ઝેક્શન પર 2,000 રૂપિયા સુધીની રકમના અમુક ટકા બેંકોને પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે.
  • યોજના હેઠળ, બેંકોને વર્તમાન નાણાકીય વર્ષમાં એટલે કે 2022-23માં ‘પોઈન્ટ ઓફ સેલ’ (PoS) પેમેન્ટ મશીનો અને RuPay અને UPIનો ઉપયોગ કરીને ઈ-કોમર્સ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય પ્રોત્સાહનો આપવામાં આવશે. આ અંતર્ગત 1 એપ્રિલ 2022થી બેંકોને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરવામાં આવી છે. યોજનાનો સમયગાળો એક વર્ષનો છે.
  • NRI પણ ટૂંક સમયમાં જ તેમના વિદેશી મોબાઈલ નંબર પરથી UPI નો ઉપયોગ કરી શકશે. જો કે, ફક્ત તેમના આંતરરાષ્ટ્રીય ખાતા જેમ કે નોન રેસિડેન્ટ એક્સટર્નલ (NRE) અને નોન રેસિડેન્ટ ઓર્ડિનરી (NRO) UPI સાથે લિંક કરી શકાશે.
  • NRI ખાતું : NRIના નામે ભારતમાં ખોલવામાં આવેલ બેંક ખાતું જેમાં તેની વિદેશથી મોકલવામાં આવેલ રેમિટન્સ રાખવામાં આવે છે.
  • NRO એકાઉન્ટ : ભારતમાં NRIના નામે ખોલવામાં આવેલ બેંક ખાતું, જેમાં ભાડું, ડિવિડન્ડ, પેન્શન, વ્યાજ વગેરેના રૂપમાં કમાણી રાખવામાં આવે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)

·       વર્ષ 2008માં ભારતીય રિટેલ પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ્સનું સંચાલન કરવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) અને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA)ની પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007ની જોગવાઈઓ હેઠળ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી.

·       NPCI નો હેતુ ભારતમાં સમગ્ર બેંકિંગ સિસ્ટમને ભૌતિક તેમજ ઈલેક્ટ્રોનિક ચુકવણી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે.

·       NPCI ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે.

                   યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)

·       NPCI એ વર્ષ 2016માં 21 સભ્ય બેંકો સાથે મળીને UPIની શરૂઆત કરી હતી.

·       યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) એ ત્વરિત રીઅલ-ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે વપરાશકર્તાઓને પોતાના બેંક ખાતાની માહિતી અન્ય પક્ષને જાહેર કર્યા વિના એકથી વધુ બેંક ખાતાઓમાં રીઅલ-ટાઇમના આધારે નાણાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે.

·       UPI હાલમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત સૌથી મોટી ડિઝિટલ ચૂકવણી માટેની પ્રણાલી છે જેમાં નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસ (NACH), ઈમીડિએટ પેમેન્ટ સર્વિસ (IMPS), આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ (AePS), ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS), RuPay  વગેરે જેવા ટૂલ સામેલ છે.

·       નાણાંની ડિઝિટલ ચૂકવણી માટે ટોચની UPI એપ્સમાં PhonePe, Paytm, Google Pay, Amazon Pay અને BHIM એપનો સમાવેશ થાય છે.

NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL)

·       NPCI બોર્ડ અને RBI ની મંજૂરીના અનુસંધાનમાં NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) ને 3 એપ્રિલ, 2020 ના રોજ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે સામેલ કરવામાં આવી છે.

·       NIPL ભારતની બહાર RuPay (ડોમેસ્ટિક કાર્ડ સ્કીમ) અને UPI ની જમાવટ(બહારના દેશોમાં આ પ્રણાલીના ફેલાવા માટે) માટે સમર્પિત છે.

·       NIPLએ RuPay અને UPI માટે એક વિશાળ અને સર્વસ્વીકૃતિ નેટવર્ક બનાવી રહ્યું છે જે ભારતીય પ્રવાસીઓને તેમના અન્ય દેશોમાં પ્રવાસ ખેડતી વખતે ગંતવ્ય દેશ (Destination Country)માં આ પેમેન્ટ ચેનલો વડે ચૂકવણી કરવામાં મદદ કરશે.

 

Leave a Comment

Share this post