ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહે સંગઠનથી સમૃદ્ધિ અભિયાનનો આરંભ કર્યો

ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહે સંગઠનથી સમૃદ્ધિ અભિયાનનો આરંભ કર્યો

  • ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજસિંહે ‘સંગઠનથી સમૃદ્ધિ’ અભિયાનનો આરંભ કર્યો છે. આ અભિયાન ગ્રામીણ મહિલાઓને સ્વસહાય જૂથો હેઠળ લાવીને સીમાંત ગ્રામીણ પરિવારોને સશક્ત બનાવશે. હાલ નવ કરોડ મહિલાઓ આ સ્વસહાય જૂથમાં સંકળાયેલી છે અને તે વધારીને 10 કરોડ મહિલાઓને તેમાં લાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. આ ઝુંબેશ આઝાદી કા અમૃત મહોત્સવ સમાવિષ્ટ વિકાસ હેઠળ શરૂ કરવામાં આવી છે.
  • દીનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) ગ્રામીણ વિકાસ મંત્રાલયે ” સંગઠનથી સમૃદ્ધિ – કોઈ પણ ગ્રામીણ મહિલાને પાછળ ન છોડવું” અભિયાન શરૂ કર્યું હતું.
  • આ વિશેષ ઝુંબેશ 30 જૂન, 2023 સુધી ચાલશે અને તેનો ઉદ્દેશ્ય તમામ નબળા અને સીમાંત ગ્રામીણ પરિવારોને સ્વ-સહાય જૂથો (SHGs) હેઠળ લાવવાનો છે, જેથી તેઓ આવા કાર્યક્રમ હેઠળ આપવામાં આવતા લાભોનો લાભ લઈ શકે.

દીન દયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)

  • રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (NRLM)ને  2011માં શરૂ કરવામાં આવ્યું હતું. 2015માં તેનું નામ બદલીને દીન દયાલ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય આજીવિકા મિશન (DAY-NRLM) રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એ અગાઉની સ્વર્ણજયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના (SGSY) નું સુધારેલું સંસ્કરણ છે. આ કાર્યક્રમને આંશિક રીતે વિશ્વ બેંક દ્વારા ટેકો મળે છે. યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ ગરીબ વસ્તી માટે કાર્યક્ષમ અને અસરકારક સંસ્થાકીય પ્લેટફોર્મ બનાવવાનો છે. ઉપરાંત, તેમને ટકાઉ આજીવિકા ઉન્નતીકરણ જેવા વિવિધ માધ્યમો દ્વારા ઘરની આવક વધારવા માટે સક્ષમ બનાવવા અને નાણાકીય સેવાઓની તેમની ઍક્સેસમાં પણ સુધારો કરવાનો છે.

NRLM હેઠળ પેટા યોજનાઓ

  1. આજીવિકા ગ્રામીણ એક્સપ્રેસ યોજના (AGEY)
  2. મહિલા કિસાન સશક્તિકરણ પરિયોજના (MKSP)
  3. સ્ટાર્ટ-અપ વિલેજ આંત્રપ્રિન્યોરશિપ પ્રોગ્રામ (SVEP)
  4. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા પ્રોજેક્ટ (NRLP)

Leave a Comment

TOPICS : , ,

Share this post