રશિયાએ અમેરિકા સાથેની પરમાણુ સંધિને સ્થગિત કરી

રશિયાએ અમેરિકા સાથેની પરમાણુ સંધિને સ્થગિત કરી

  • અમેરિકાના પ્રમુખ જો બાઇડેનની યુક્રેનની મુલાકાતથી રશિયાના પેટમાં તેલ રેડાયું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને યુદ્ધને વધુ ભીષણ બનાવવાની ચેતવણી ઉચ્ચારી છે તો તેની સાથે સાથે અમેરિકા સાથેની ન્યૂ સ્ટાર્ટ સંધિથી પોતાની જાતને અલગ કરી લેતા સમગ્ર વિશ્વમાં ચિંતા પ્રવર્તી છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને પશ્ચિમ દેશોને પરમાણુ યુદ્ધની ચેતવણી આપતાં કહ્યું કે તેઓ ઐતિહાસિક ન્યૂ સ્ટાર્ટ સંધિને સસ્પેન્ડ કરી રહ્યા છે.

ન્યૂ સ્ટાર્ટ સંધિ(New START) શું છે ?

  • STARTનું આખું નામ સ્ટ્રેટેજિક આર્મ્સ રિડક્શન ટ્રીટી છે જેને START-I તરીકે ઓળખવામાં આવે છે, જે 1991માં યુએસ અને અગાઉના યુએસએસઆર વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવી હતી અને 1994માં અમલમાં આવી હતી.
  • નવી સ્ટાર્ટ સંધિ 2010માં પ્રાગમાં હસ્તાક્ષર કરવામાં આવી હતી અને તે ન્યૂ સ્ટાર્ટ સંધિ 5 ફેબ્રુઆરી 2011ના રોજે લાગુ થઇ હતી. જેની મુદત વર્ષ 2021 સુધી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનનો કાર્યભાર સંભાળ્યા બાદ તેને 2021 સુધી 5 વર્ષ માટે આગળ ધપાવવામાં આવ્યો હતો. યુએસ અને રશિયા ફેડરેશન 4 ફેબ્રુઆરી, 2026 સુધી સંધિને લંબાવવા માટે સંમત થયા હતા. ન્યૂ સ્ટાર્ટ સંધિ હેઠળ બન્ને દેશ 700 વ્યૂહાત્મક હથિયારોના લોન્ચર્સને તૈનાત કરવા પર સંમત થયા હતા. આમાં આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ (ICBM), સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ (SLBM) અને પરમાણુ હથિયારોથી સજ્જ ભારે બોમ્બમારો કરતાં વિમાનો પણ સામેલ હતા.

Leave a Comment

Share this post