ગુજરાતી રંગભૂમિના કલાકાર અને ફિલ્મ જગતમાં જાણીતા સમીર ખખ્ખરનું નિધન

ગુજરાતી રંગભૂમિના કલાકાર અને ફિલ્મ જગતમાં જાણીતા સમીર ખખ્ખરનું નિધન

  • દૂરદર્શનની પ્રખ્યાત સીરીયલ ‘નુક્કડ’માં ખોપરીના પાત્રથી પ્રખ્યાત થયેલા અભિનેતા સમીર ખખ્ખરનું 15 માર્ચ ૨૦૨૩ ના રોજ નિધન થયું છે. ગુજરાતી રંગભૂમિ, ટીવી સીરિયલ, અને ફિલ્મ જગતમાં સમીર ખ્યાતનામ હતા.સમીરે એક્ટિંગમાં પોતાના કરિયરની શરૂઆત સીરિયલ ‘નુક્કડ’થી કરી હતી. તે પછી તે દૂરદર્શનની સીરિયલ ‘સર્કસ’માં ચિંતામણિની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા.
  • સમીરે ડીડી મેટ્રોની સીરિયલ ‘શ્રીમાન શ્રીમતી’માં ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. આ સિવાય તેમણે સિરિયલ ‘સંજીવની’માં ગુડ્ડુ માથુરનો રોલ પણ કર્યો હતો. સમીર ખાખરે વર્ષ 2014માં સલમાન ખાનની ફિલ્મ જય હોમાં પણ કામ કર્યું હતું. ‘પુષ્પક’, ‘શહેનશાહ’, ‘રખવાલા’, ‘દિલવાલે’, ‘રાજા બાબુ’ જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.

Leave a Comment

Share this post