સંતોકબા માનવતાવાદી પુરસ્કાર

સંતોકબા માનવતાવાદી પુરસ્કાર

  • સોનમ વાંગચુકને સમાજમાં તેમના યોગદાન માટે પ્રતિષ્ઠિત સંતોકબા માનવતાવાદી પુરસ્કાર 2023  એનાયત કરવામાં આવ્યો છે. તેઓ એક નોંધપાત્ર એન્જિનિયર, સંશોધક, શિક્ષણશાસ્ત્રી અને ટકાઉ વિકાસ સુધારક અને લદ્દાખના વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક ચળવળ (Students’ Educational and Cultural Movement of Ladakh -SECMOL) ના સ્થાપક-નિર્દેશક છે. તેઓ આઇસ સ્તૂપ પ્રોજેક્ટ પરના તેમના કામ માટે જાણીતા છે, જેનો હેતુ હિમાલયમાં પાણીની અછતને દૂર કરવાનો છે.
  • સંતોકબા માનવતાવાદી પુરસ્કાર એવી વ્યક્તિઓને આપવામાં આવે છે, જેમણે શિક્ષણ, આરોગ્ય સંભાળ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ એવોર્ડની શરૂઆત ડાયમંડ ક્રાફ્ટિંગ અને નિકાસમાં અગ્રણી કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ (SRK) અને તેની પરોપકારી શાખા શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન (SRKKF) દ્વારા કરવામાં આવી છે. SRK અને SRKKFના સ્થાપક અધ્યક્ષ ગોવિંદ ધોળકિયાના માતા સ્વર્ગીય સંતોકબા ધોળકિયાની યાદમાં આ પુરસ્કાર આપવામાં આવે છે.

Leave a Comment

Share this post