સરોજિની નાયડુ

સરોજિની નાયડુ

  • સરોજિની નાયડુ કોંગ્રેસના કાનપુર અધિવેશન 1925 દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ હતા. 1924ના કોંગ્રેસના બેલગામ અધિવેશન દરમિયાન મહાત્મા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ હતા. સરોજિની નાયડુ પ્રથમ ભારતીય મહિલા હતા જે કોંગ્રેસના અધ્યક્ષ હતા. 2 માર્ચ 1949માં રાજ્યપાલના હોદ્દા પર હતા તે દરમિયાન તેમનું અવસાન થયું હતું.
  • સરોજિની નાયડુનો જન્મ 13 ફેબ્રુઆરી 1879ના રોજ હૈદરાબાદના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ અઘોરીનાથ ચટ્ટોપાધ્યાય હતું, સરોજિનીના માતાનું નામ વરદાસુંદરીદેવી હતું, જેઓ કવિયત્રિ હતા.
  • ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલનું પદ મેળવનાર વ્યક્તિ એટલે સરોજિની નાયડુ. એક નામાંકિત કવિ અને પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની હોવાની સાથે સરોજિની તેમના સમયના એક મહાન વક્તા હતાં. ‘ભારતીય કોકિલા’ તરીકે તેઓ ખૂબ વિખ્યાત હતાં. સ્વરમીઠાશને કારણે લોકો તેમને ‘હિંદની બુલબુલ’ કહેતા હતા.
  • ભારત સરકારે 13 ફેબ્રુઆરી 1964 ના રોજ તેમની સ્મૃતિમાં 15 પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી. સરોજિની 14 વર્ષની વયે ગોવિંદા રાજુલુ નાયડુ સાથે પરિચયમાં આવ્યા હતા. 1898માં સરોજિનીએ નાયડુ સાથે ‘સિવિલ મૅરેજ’ કર્યા હતા. એમને ચાર સંતાનો હતા: જયસૂર્ય, પદ્મજા, રણધીર અને લીલામણિ. એમાંથી પદ્મજા પશ્ચિમ બંગાળના ગવર્નર બન્યાં હતાં.
  • પ્લેગના રોગચાળા દરમિયાન તેમણે કરેલી નોંધપાત્ર સેવાની કદર રૂપે તેમને હૈદરાબાદમાં ‘કૈસરે હિંદ’નો સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. સરોજિની નાયડુએ ધ લેડી ઓફ ડ લેક શીર્ષક હેઠળ 1300 પંક્તિઓની કવિતા તથા 2000 પંક્તિઓનું નાટક લખ્યું હતું.
  • તેમણે 1905માં ધ ગોલ્ડન થ્રેશેલ્ડ અને 1912માં ધ બર્ડ ઓફ ટાઈમ અને 1917માં ધ બ્રોકન વિંગ નામના કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા હતા. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ હીરાની ઉંબર ઇ.સ. 1905માં બહાર પડયો. 1942ના હિન્દ છોડો આંદોલનમાં ભાગ લઈ 21 મહિનાની જેલની સજા ભોગવી હતી.
  • સરોજિની નાયડુની 135 મી જન્મજયંતી પર ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી શરુ કરવામાં આવી. એટલે કે 13 ફેબ્રુઆરી, 2014 ના રોજ રાષ્ટ્રીય મહિલા દિન ઉજવવાની શરૂઆત થઇ.
  • સરોજિની નાયડુ “ભારતની નાઇટિંગલ તરીકે ઓળખાય છે.એડમન્ડ ગોસે 1919 માં તેણીને “ભારતમાં સૌથી કુશળ જીવંત કવિ” તરીકે ઓળખાવ્યા

Leave a Comment

Share this post