“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ

“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમ

  • ગુજરાત અને તમિલનાડુ વચ્ચે ઈતિહાસ, કલા અને સંસ્કૃતિના આદાન-પ્રદાનના હેતુસર કેન્દ્ર-ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં આગામી તા. ૧૭થી ૨૬ એપ્રિલ દરમિયાન“સૌરાષ્ટ્ર તમિલ સંગમ” કાર્યક્રમનું આયોજન થવાનું છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાએ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં તમિલનાડુના ચેન્નાઈ ખાતે કાર્યક્રમના લોગો, થીમ સોંગ અને રજિસ્ટ્રેશન પોર્ટલ saurashtra.nitt.edu નું અનાવરણ કર્યું હતું.
  • સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે અને અન્ય કાર્યક્રમો દ્વારકા, રાજકોટ, પોરબંદર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાશે.આ સંગમ ઈતિહાસમાં બે રાજ્ય વચ્ચેનું સૌ પ્રથમ અને સૌથી મોટું પુનર્મિલન હશે.

Leave a Comment

Share this post