ગુજરાતના ચાર ગામની મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી

ગુજરાતના ચાર ગામની મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે પસંદગી

  • કેન્દ્ર સરકારની સંસ્થા બ્યુરો ઓફ એનર્જી એફિસીઅન્સી અને રાજ્ય સરકારની ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે રાજ્યમાં ઊર્જા કાર્યક્ષમતાને લગતા વિવિધ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.તાજેતરમાં જ ગુજરાતના ચાર ગામને મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે અપનાવવામાં આવેલ છે,રાજ્યના ચાર મોડલ ઊર્જા કાર્યક્ષમ ગામ તરીકે ડાંગ જિલ્લાના કોશિમદા ગામ, છોટાઉદેપુર જિલ્લાના પુનીયાવત ગામ, વલસાડ જિલ્લાના નલીમધની ગામ અને સુરત જિલ્લાના મોર ગામની પસંદગી કરવામાં આવી છે.આ યોજના અંતર્ગત ઉપરોક્ત ચાર ગામના રહેણાંક મકાનો તેમજ અન્ય જાહેર માલિકીની ઇમારતોમાં અંદાજે ૪૫૦૦ જેટલી LED ટ્યુબ લાઈટનું વિતરણ કરવામાં આવ્યું છે.

Leave a Comment

Share this post