ભારતની ચાર વર્ષ માટે UN Statistical Commissionમાં પસંદગી

ભારતની ચાર વર્ષ માટે UN Statistical Commissionમાં પસંદગી

  • ભારતની ચાર વર્ષ માટે યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિકલ કમિશન માટે પસંદગી કરવામાં આવી છે. ભારતે ચીન સહિત અન્ય દેશોને પાછળ છોડીને આ સફળતા મેળવી છે. ભારતને 53માંથી 46 વોટ મળ્યા હતા, જો કે, ભારતની પસંદગી ગુપ્ત મતદાનથી કરવામાં આવી હતી. એર્જિન્ટિના, યુક્રેન, સ્લોવેનિયા, યુનાઈટેડ રિપબ્લિક ઓફ તન્ઝાનિયા અને અમેરિકા બિનહરીફ ચૂંટાયા હતા.
  • ભારતનો આ કાર્યકાળ 1 જાન્યુઆરી 2024થી શરૂ થશે.
  • એશિયા પેસિફિક વિસ્તારમાંથી હાલ જાપાન અને સમોઆ સાથે કુવૈત અને દક્ષિણ કોરિયા સભ્ય છે. જાપાન અને સમોઆનો કાર્યકાળ આગામી વર્ષે પૂર્ણ થઇ રહ્યો છે અને આ વર્ષે જ કુવૈત અને દક્ષિણ કોરિયાનો કાર્યકાળ પણ પૂર્ણ થઇ રહ્યો છે.
  • ભારત છેલ્લે 2004માં સ્ટેટિસ્ટિકલ કમિશનનું સભ્ય બન્યું  હતું અને બે દાયકાના અંતરાલ પછી દેશને  UN એજન્સીમાં ફરી સ્થાન મળ્યું છે .

UN Statistical Commission(UNSC)

  • સ્થાપના : 1947
  • કમિશનમાં સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા ચૂંટાયેલા સંયુક્ત રાષ્ટ્રના 24 સભ્ય દેશોનો સમાવેશ થાય છે.સભ્યોનો કાર્યકાળ ચાર વર્ષનો હોય છે.

(a) આફ્રિકન રાજ્યોમાંથી પાંચ સભ્યો

(b) એશિયા-પેસિફિક રાજ્યોમાંથી ચાર સભ્યો

(c) પૂર્વ યુરોપિયન રાજ્યોમાંથી ચાર સભ્યો

(d) લેટિન અમેરિકન અને કેરેબિયન રાજ્યોમાંથી ચાર સભ્યો

(e) પશ્ચિમ યુરોપિયન અને અન્ય રાજ્યોમાંથી સાત સભ્યો

Leave a Comment

Share this post