દેશનાં બે નમૂનારૂપ અમૃત સરોવરમાં બોટાદ જીલ્લાના ઉગામેડી ગામની પસંદગી

દેશનાં બે નમૂનારૂપ અમૃત સરોવરમાં બોટાદ જીલ્લાના ઉગામેડી ગામની પસંદગી

 • પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં 41મી “પ્રો-એક્ટિવ ગવર્નન્સ અને સમયસર અમલીકરણ (PRAGATI)” બેઠકમાં દેશના બે નમૂનારૂપ અમૃત સરોવર તરીકે ઉગામેડીના આ સરોવરની પસંદગી કરવામાં આવી છે. (કિશનગંજ-બિહાર અને બોટાદ-ગુજરાત)
 • કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા સાંસદ આદર્શ ગામ યોજના-SAGY અંતર્ગત પસંદગી કરાયેલાં ઉગામેડી ગામમાં લોકભાગીદારી, મહાત્મા ગાંધી નરેગા તથા અન્ય સરકારી યોજના તેમજ કોર્પોરેટ સમાજિક જવાબદારી(CSR)ના ભાગરૂપે આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
 • 515 મીટર લંબાઇ, 100 મીટર આજુબાજુ પહોળાઈ ધરાવતું તેમજ 30- 34 ફૂટ સરેરાશ ઊંડાઈવાળું આ સરોવર 12.74 એકરમાં ફેલાયેલું છે, જે 4.71લાખ ક્યુબિક મીટર પાણીના જથ્થાની સંગ્રહશક્તિ ધરાવે છે. લગભગ દોઢ કરોડના ખર્ચે નિર્માણ પામેલું આ સરોવર “ધર્મનંદન અમૃત સરોવર ઉગામેડી” તરીકે ઓળખ પામ્યું છે.
 • વિશેષ : ભારતનું પ્રથમ “અમૃત સરોવર” પટવાઈ, ઉત્તર પ્રદેશમાં આવેલું છે.

અમૃત સરોવર મિશન

 • અમૃત સરોવર મિશન 24 એપ્રિલ 2022 ના રોજ જળ સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોનો વિકાસ અને કાયાકલ્પ કરવાનો છે . આ અભિયાનનો હેતુ 15 ઓગસ્ટ, 2023 સુધીમાં દેશમાં 50,000 અમૃત તળાવો બનાવવાનો છે.
 • આ મિશન 6 મંત્રાલયો/વિભાગો સાથેના સંપૂર્ણ સરકારી અભિગમ સાથે શરૂ કરવામાં આવ્યું છે:
 1. ગ્રામ વિકાસ વિભાગ
 2. જમીન સંસાધન વિભાગ
 3. પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ
 4. જળ સંસાધન વિભાગ
 5. પંચાયતી રાજ મંત્રાલય
 6. વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય.
 • ભાસ્કરાચાર્ય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જીઓ-ઇન્ફોર્મેટિક્સ (BISAG-N)ને મિશન માટે ટેકનિકલ પાર્ટનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ દરેક અમૃત સરોવર 1 એકર વિસ્તારમાં 10,000 ક્યુબિક મીટર પાણી રાખવાની ક્ષમતા સાથે હશે. દર 15મી ઓગસ્ટે દરેક અમૃત સરોવર સ્થળ પર રાષ્ટ્રધ્વજ ફરકાવાનું આયોજન કરવામાં આવશે.

Leave a Comment

Share this post