ગુજરાતના મુખ્ય સચિવ : શ્રી રાજકુમાર

ગુજરાતના મુખ્ય સચિવ : શ્રી રાજકુમાર

  • 1987 બેચના આઈએએસ અધિકારી રાજકુમારની રાજ્યના મુખ્ય સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
  • ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાળ આગામી 31મી જાન્યુઆરીએ પૂર્ણ થવાનો છે.
  • રાજકુમાર હાલ ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ તરીકેની ફરજ પર છે.
  • 31 જાન્યુઆરીએ તેઓ મુખ્ય સચિવ તરીકેનો ચાર્જ સંભાળશે.
  • રાજકુમાર ઉત્તરપ્રદેશના બદાઉનથી છે.
  • તેઓ 1987ની ગુજરાત કેડરના અધિકારી છે.
  • રાજકુમારે IIT કાનપુરથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે.
  • જાપાનના ટોક્યોથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.
  • એક વર્ષ પહેલા ગૃહ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરાઈ હતી.
  • આ પહેલા ડેપ્યુટશન પર દિલ્હી ખાતે ફરજ બજાવતા હતા.

Leave a Comment

Share this post