અમૂલના ચેરમેનપદે શામ‌ળભાઇ પટેલ અને વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ

અમૂલના ચેરમેનપદે શામ‌ળભાઇ પટેલ અને વાઇસ ચેરમેન વલમજીભાઇ હુંબલ

  • ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેન પદે શામળભાઈ બી. પટેલ ચેરમેન, સાબરકાંઠા જિ.સ.દૂ.ઉ.સં.લિ., હિંમતનગર તથા વાઇસ ચેરમેન વાલમજી હુંબલ, કચ્છ જિ.સ.દૂ.ઉ.સં.લિ., કચ્છની બિનહરિફ વરણી થઈ હતી.
  • આમ અઢી વર્ષની બીજી ટર્મ માટે આ બંન્ને પુન:સત્તારૂઢ થયા હતા.
  • અમૂલ ફેડરેશનમાં વર્ષ 1973થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવી છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.

અમૂલ

  • એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના વર્ષ 1946માં થઈ હતી
  • ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડ લોકપ્રિય બ્રાન્ડ ‘અમૂલ’ના નેજા હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું વેચાણ કરે છે.
  • ગુજરાતના 36 લાખ ખેડૂતોની માલિકીની સૌથી મોટી સહકારી સંસ્થા છે.
  • ભારતમાં ‘શ્વેત ક્રાંતિ’ લાવવામાં અમૂલનો ફાળો અવિસ્મરણીય છે.
  • સ્થાપના : 14 ડિસેમ્બર,1946
  • સ્થાપક : ત્રિભુવનદાસ પટેલ
  • મુખ્યાલય : આણંદ, ગુજરાત, ભારત

Leave a Comment

Share this post