ઓડિશાના દરિયાકાંઠેથી શોર્ટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ, પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કરાયું

10 જાન્યુઆરી, 2023 ના રોજ ઓડિશાના દરિયાકાંઠે આવેલા ચાંદીપુરની સંકલિત ટેસ્ટ રેન્જથી ટૂંકી-રેન્જની બેલિસ્ટિક મિસાઇલ, પૃથ્વી-2નું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું.

  • પૃથ્વીને DRDO દ્વારા ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિકસાવવામાં આવી હતી.
  • પૃથ્વી મિસાઇલ ભારતમાં ઉત્પાદિત અને દેશના પ્રતિષ્ઠિત IGMDP હેઠળ વિકસિત થનારી પ્રથમ મિસાઇલ છે, જે ભારતની પરમાણુ પ્રતિરોધકતાને મજબૂત બનાવે છે.
  • શરૂઆતમાં તે ભારતીય વાયુસેના માટે વિકસાવવામાં આવી હતી અને બાદમાં તેને ભારતીય સેનામાં પણ સામેલ કરવામાં આવી હતી.
  • પૃથ્વી-2નું અગાઉ 2018 અને 2019માં રાત્રીના કલાકો દરમિયાન પણ સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
  • પૃથ્વી-2 એ સરફેસ-ટુ-સરફેસ શોર્ટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (SRBM) છે.
  • પૃથ્વી-2 મિસાઈલ 350 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે.
  • પૃથ્વી-2 500 થી 1000 કિલોગ્રામ સુધીના ભારે હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે.
  • 350 કિમી સુધી માર કરતી આ મિસાઈલમાં પ્રવાહી ઈંધણ સાથેના બે એન્જિન લગાવવામાં આવ્યા છે. પ્રવાહી અને ઘન બંને ઇંધણ દ્વારા સંચાલિત છે.
  • આ મિસાઈલમાં એડવાન્સ ગાઈડન્સ સિસ્ટમ છે જે તેના લક્ષ્યને સરળતાથી હિટ કરી શકે છે.
  • પૃથ્વી મિસાઈલ 2003થી સેનાની સેવામાં છે જે નવ મીટર ઉંચી છે. પૃથ્વી DRDO દ્વારા નિર્મિત પ્રથમ મિસાઈલ છે.

Leave a Comment

Share this post