રાજેશ મલ્હોત્રાએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ

રાજેશ મલ્હોત્રાએ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ

  • રાજેશ મલ્હોત્રાએ 1 માર્ચ,2023ના રોજ  પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB)ના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. મલ્હોત્રાએ સત્યેન્દ્ર પ્રકાશની નિવૃત્તિ બાદ કાર્યભાર સંભાળ્યો. રાજેશ મલ્હોત્રા, 1989 બેચના ભારતીય માહિતી સેવા (IIS) અધિકારી છે.
  • પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) એ સરકારની નીતિઓ, કાર્યક્રમો, પહેલ અને સિદ્ધિઓ અંગેની પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી પહોંચાડવા માટે ભારત સરકારની નોડલ એજન્સી છે. પીઆઈબીનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. PIBના વડા પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ (મીડિયા એન્ડ કમ્યુનિકેશન) હોય છે જેમને મદદ કરવા માટે ડિરેક્ટર જનરલ અને આઠ વધારાના ડાયરેક્ટર જનરલો હોય છે.
  • પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોની સ્થાપના જૂન 1919 માં બ્રિટીશ સરકાર હેઠળ ગૃહ મંત્રાલય હેઠળ નાના વિભાગ  તરીકે કરવામાં આવી હતી. તેનું મુખ્ય કાર્ય બ્રિટિશ સંસદ સમક્ષ મૂકવા માટે ભારત અંગેનો અહેવાલ તૈયાર કરવાનું હતું. તે વખતે તે શિમલામાં સ્થિત હતું.
  • પબ્લિસિટી સેલના પ્રથમ વડા અલ્હાબાદ યુનિવર્સિટીના ડો.એલ.એફ. રશબ્રુક વિલિયમ્સ હતા.1941 માં, જે નટરાજન PIBના પ્રિન્સિપલ ડાયરેક્ટર જનરલ બનનારા પ્રથમ ભારતીય બન્યા હતા. 1941માં, બ્યુરોને માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ લાવવામાં આવ્યું  પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ 1946 માં તેનું વર્તમાન નામ પ્રાપ્ત કર્યું (Central Bureau of Information)

Leave a Comment

Share this post