શુભમન બન્યો ‘શુભ’ મેન: ડબલ સેન્ચુરીની સાથે રેકૉર્ડ

શુભમન બન્યો ‘શુભ’ મેન: ડબલ સેન્ચુરીની સાથે રેકૉર્ડ

 • ભારતના યુવા બેટ્સમેન શુબ્મન ગીલે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ વન ડેમાં માત્ર ૧૪૯ બોલમાં ૧૯ ચોગ્ગા અને ૯ છગ્ગા સાથે ૨૦૮ રન ફટકારતા વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
 • ગીલે ૨૩ વર્ષ અને ૧૩૨ દિવસની ઉંમરે વન ડેમાં બેવડી સદી ફટકારીને સૌથી યુવા વયે બેવડી સદી ફટકારવાનો ભારતના જ ઈશાન કિશનનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
 • તે વન ડેમાં સૌથી ઝડપી ૧૦૦૦ રન ફટકારનારો ભારતીય બેટસમેન બન્યો હતો.
 • ઈન્ટરનેશનલ સ્તરે  વન ડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાનો રેકોર્ડ પાકિસ્તાનના ફખર ઝમાનના નામે છે. ફખરે 18 વન ડેમાં કારકિર્દીના 1000 રન પુરા કર્યા હતા.
 • ગીલ વન ડેમાં બેવડી સદી ફટકારનારો તેંડુલકર, સેહવાગ, રોહિત શર્મા, ઈશાન કિશન પછીનો પાંચમો ભારતીય બન્યો હતો.
 • તે આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાં બેવડી સદી ફટકારનારો આઠમો બેટસમેન બન્યો હતો. જ્યારે વન ડેમાં બેવડી સદીની આ ૧૦મી ઘટના હતી.

કયા કયા રેકોર્ડ કર્યાં શુભમન ગીલે

 • વનડેમાં સૌથી ઝડપી 1000 રન બનાવનાર પહેલો ભારતીય બેટ્સમેન
 • વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી
 • ન્યૂઝીલેન્ડ સામેની વનડેમાં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી
 • વિરાટ કોહલીનો સૌથી ઝડપી રન બનાવવાનો રેકોર્ડ તોડી નાખ્યો

વનડેમાં 200 રન બનાવનાર સૌથી નાની ઉંમરના ખેલાડી

 • 2023માં ન્યૂઝીલેન્ડ સામે 23 વર્ષીય શુભમન ગીલની બેવડી સદી
 • 2022માં બાંગ્લાદેશ સામે 24 વર્ષીય  ઈશાન કિશનની બેવડી સદી
 • 2013માં 26 વર્ષીય રોહિત શર્માએ ફટકારી હતી બેવડી સદી

Leave a Comment

Share this post