સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા સિયોમ નદી પર ‘સિયોમ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

સિયોમ બ્રિજ

  • સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા અરૂણચલ પ્રદેશમાં વહેતી સિયોમ નદી પર ‘સિયોમ બ્રિજ’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેનું નિર્માણ કાર્ય બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું છે.
  • સિયોમ નદી બ્રહ્મપુત્રા નદીમાંથી નીકળે છે અને અરુણાચલ પ્રદેશના પશ્ચિમ સિયાંગ જિલ્લામાંથી પસાર થાય છે.
  • આ બ્રિજ વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) સાથેના ઉપરી સિયાંગ જિલ્લો, તુટિંગ અને ઈન્કિયાંગ જેવા વિસ્તારોમાં સૈનિકોની ઝડપી અવરજવર તેમજ તોપો, ટેન્ક અને ભારે લશ્કરી વાહનોના ઝડપી પરિવહનને પણ સક્ષમ કરશે.

Leave a Comment

Share this post