શ્રીલંકા તેના સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના સન્માન માટે સ્ટેમ્પ બહાર પાડશે

શ્રીલંકા તેના સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના સન્માન માટે સ્ટેમ્પ બહાર પાડશે

 • આર્થિક સંકટ વચ્ચે શ્રીલંકા આ વર્ષે 4 ફેબ્રુઆરીએ દેશનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. શ્રીલંકાના પ્રેસિડેન્ટના મીડિયા વિભાગની એક પ્રેસ રિલીઝ અનુસાર, તેના 75માં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે, શ્રીલંકાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનું ચિત્ર દર્શાવતી સ્મારક ટિકિટ બહાર પાડવાનું પસંદ કર્યું છે.
 • આ અખબારી યાદી મુજબ, વહીવટીતંત્રે આગામી 25 વર્ષ માટે નવા  સુધારાવાદી કાર્યક્રમ સાથે 75માં રાષ્ટ્રીય સ્વતંત્રતા દિવસને ગર્વથી મનાવવાનો નિર્ણય કર્યો છે.

શ્રીલંકાને કયા વર્ષે  આઝાદી મળી ?

 • ભારતની દક્ષિણે હિન્દી મહાસાગરની એક જ ખંડીય છાજલી પર આશરે 35 કિમી. દૂર આવેલો નાનો ટાપુમય દેશ એટલે શ્રીલંકા.
 • તેને વર્ષ 1948માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી.
 • 4 ફેબ્રુઆરી 1948ના રોજ, સિલોનને Dominion સિલોન તરીકે સ્વતંત્રતા આપવામાં આવી હતી.
 • બ્રિટિશ કોમનવેલ્થમાં પ્રભુત્વનો દરજ્જો આગામી 24 વર્ષ સુધી (22 મે,1972 સુધી) જાળવી રાખવામાં આવ્યો જ્યારે તે પ્રજાસત્તાક બન્યું અને તેનું નામ બદલીને રિપબ્લિક ઓફ શ્રીલંકા રાખવામાં આવ્યું હતું.

શ્રીલંકા

 • શ્રીલંકાએ ભારતની દક્ષિણે હિન્દ મહાસાગરમાં આવેલો ‘મોતી’ અથવા ‘નાળિયેર’ આકારનો નાનો ટાપુમય દેશ છે.
 • રાજધાની : શ્રી જયવર્દનેપુરા કોટ્ટે (બંધારણીય), કોલંબો (સરકારી અને કાયદાકીય )
 • રાષ્ટ્રપતિ :  રાનિલ વિક્રમસિંઘે
 • વડા પ્રધાન : દિનેશ ગુણવર્દના
 • ચલણ : શ્રીલંકન રૂપિયો
 • ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વાર અલગ પડે છે.

Leave a Comment

Share this post