પંજાબના મોહાલી ખાતે નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

પંજાબના મોહાલી ખાતે નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્ઘાટન

  • વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા પંજાબના મોહાલી ખાતે તાજેતરમાં વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયના બાયોટેક્નોલોજી વિભાગ હેઠળના નેશનલ એગ્રીફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ‘નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટર’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
  • આ સાથે જ ડૉ. જિતેન્દ્ર સિંહ દ્વારા 4 દિવસીય ‘ખાદ્ય અને પોષણ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરિષદ’ (International Conference on Food and Nutritional Security – iFANS) – 2023 ની પણ શરૂઆત કરાવી હતી.

નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટર

  • નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટર એ ક્લસ્ટર્ડ રેગ્યુલરલી ઇન્ટરસ્પેસ્ડ શોર્ટ પેલિન્ડ્રોમિક રિપીટ્સ (CRISPR) – કેસ(Cas) મિડિયેટેડ જિનોમ મોડિફિકેશન સહિત વિવિધ જિનોમ એડિટિંગ પદ્ધતિઓને અનુકૂલિત કરવા માટે પ્રાદેશિક માંગને પહોંચી વળવા માટે રાષ્ટ્રીય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે.
  • જીનોમ સંપાદન એ પાકની નિર્ણાયક વિશેષતાઓના વિકાસને સક્ષમ કરવા માટે સાઇટ-વિશિષ્ટ જનીન ફેરફારો અથવા પરિવર્તન લાવવાનું એક સાધન છે.
  • ભારતમાં થતા વિવિધ પાકો (Crops) પરના સંશોધનમાં જરૂરી વૈવિધ્યપૂર્ણ સુવિધાઓ પ્રદાન કરવા માટે જીનોમ એડિટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે.
  • નેશનલ જીનોમ એડિટિંગ અને ટ્રેનિંગ સેન્ટર યુવા સંશોધકોને તેની કુશળતા તેમજ પાકમાં ઉપયોગ વિશે શિક્ષિત કરીને સશક્તિકરણ કરવામાં મદદ કરશે.

ખાદ્ય અને પોષણ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરિષદ – 2023

  • નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ, સેન્ટર ફોર ઇનોવેટિવ એન્ડ એપ્લાઇડ બાયોપ્રોસેસિંગ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાન્ટ બાયોટેક્નોલોજી તેમજ નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર જિનેટિક એન્જિનિયરિંગ અને બાયોટેક્નોલોજી દ્વારા સંયુક્ત રીતે પંજાબના મોહાલી ખાતે 4 દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ખાદ્ય અને પોષણ સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરિષદ – 2023 એ બદલાતી આબોહવા હેઠળ ભારતની ખાદ્ય અને પોષણ સુરક્ષાને કેવી રીતે સુધારી શકે તે અંગે પણ ચર્ચા કરશે.
  • આ પરિષદમાં 15 જુદા જુદા દેશોના વક્તાઓ સાથે બહુવિધ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ કુલ 80 વક્તાઓ (40 આંતરરાષ્ટ્રીય અને 40 રાષ્ટ્રીય) એ પણ તેમના વૈજ્ઞાનિક જ્ઞાનની રજૂઆત કરી હતી.

Leave a Comment

Share this post