‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી

 ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી

  • વર્ષ 2023માં ગુજરાતનાં 63મા સ્થાપના દિવસ એટલે કે 1 મે ના રોજ ‘ગુજરાત ગૌરવ દિવસ’ ની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં કરવામાં આવી હતી. 1 મે એ મહારાષ્ટ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર સ્થાપના દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે.1 મે ગુજરાત સ્થાપના દિવસ તરીકે મનાવવામાં આવે છે.
  • મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી પછી 1 મે, 1960 ના રોજ મુંબઇ રાજ્યના બે ભાગલા ગુજરાત અને મહારાષ્ટ્ર તરીકે કરવામાં આવ્યા હતા. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની રચના બોમ્બે રીઓર્ગેનાઈઝેશન એકટ, 1960 અંતર્ગત કરવામાં આવી છે. ગુજરાત સરકારે આ દિવસને ‘ગુજરાત ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરેલ છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવે છે.
  • ગુજરાત રાજયનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું. ભાષાના આધારે અલગ થનારું ગુજરાત ભારતનું બીજું રાજ્ય હતું. ઉલ્લેખનીય છે કે, ભાષાના આધારે અલગ થનારું પ્રથમ રાજ્ય આંધ્રપ્રદેશ હતું. મહાગુજરાત આંદોલનના મુખ્ય નાયક ઇન્દુલાલ યાજ્ઞિક હતા. અમદાવાદ ગુજરાતની પ્રથમ રાજધાની હતી. વર્ષ 1970માં રાજધાની ગાંધીનગર ખાતે ખસેડવામાં આવી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post