રાજકોટમાં રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક

રાજકોટમાં  રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક

  • નાગરિકોને “ઉત્તમથી સર્વોત્તમ” આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્યની પહેલી સરકારી સ્કીન બેન્ક શરૂ થઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં જ સાંસદશ્રી રામભાઈ મોકરિયાના હસ્તે આ સ્કીન બેન્કનો શુભારંભ કરાયો હતો. ત્વચા (ચામડી) પણ શરીરનું એક અંગ જ છે અને આંખ, લીવર, કિડની, હાર્ટની જેમ હવે ત્વચાનું પણ દાન અને પ્રત્યારોપણ કરી શકાય છે.
  • સિવિલ હોસ્પિટલમાં  હાલમાં જ સ્કીન ડોનેશન પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સ્કીન બેન્કની શરૂઆત કરવામાં આવી છે. દાઝી ગયા હોય તેવા દર્દી માટે આ બેન્ક અને અનુદાનિત ત્વચા ખૂબ જ ઉપયોગી બની શકે છે. દાઝેલા દર્દીને અન્યની સ્કીન મળે તો તેની બચવાની શક્યતા 40 ટકા વધી જાય છે. આવા દર્દીને બાયોલોજીકલ ડ્રેસિંગના સ્વરૂપમાં આ સ્કીન લગાવી શકાય છે.

Leave a Comment

Share this post