સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2023

સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2023

 • વર્ષ 2023 માટે, ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA) અને લુંગલી ફાયર સ્ટેશન (LFS), મિઝોરમ બંનેને આપત્તિ વ્યવસ્થાપનમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર-2023 માટે પસંદ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર દર વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતી 23મી જાન્યુઆરીએ જાહેર કરવામાં આવે છે.
 • ઓડિશા સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (OSDMA)ની સ્થાપના વર્ષ 1999માં સુપર સાયક્લોન પછી કરવામાં આવી હતી. OSDMAએ ઓડિશા ડિઝાસ્ટર રિસ્પોન્સ એક્શન ફોર્સ (ODRAF), મલ્ટી-હેઝાર્ડ અર્લી વોર્નિંગ સર્વિસ (MHEWS) ફ્રેમવર્ક અને “SATARK” નામનું અત્યાધુનિક ટેક્નોલોજી-સક્ષમ વેબ/સ્માર્ટફોન-આધારિત પ્લેટફોર્મ સહિત અનેક પહેલો શરૂ કરી છે.
 • મિઝોરમના  લુંગલેઈ ફાયર સ્ટેશનએ લુંગલેઈ નગરની આસપાસના નિર્જન જંગલ વિસ્તારોમાં 24 એપ્રિલ 2021ના રોજ જંગલમાં લાગેલી આગને રોકવા કરાયેલ પ્રયાસ માટે આ પુરસ્કાર આપવામાં આવેલ છે.
 • સ્થાનિક નાગરિકોની મદદથી લુંગલી ફાયર સ્ટેશનના કર્મચારીઓએ 32 કલાકથી વધુ સમય સુધી સતત કામ કર્યું જે દરમિયાન તેઓએ રહેવાસીઓને સ્થળ પર જ તાલીમ આપી અને પ્રેરિત કર્યા.

સુભાષ ચંદ્ર બોઝ આપત્તી પ્રબંધન પુરસ્કાર વિશે

 • દેશમાં આપત્તિ વ્યવસ્થાપનના ક્ષેત્રમાં વ્યક્તિ અને સંસ્થાઓના અમૂલ્ય યોગદાન અને નિઃસ્વાર્થ સેવાને ઓળખવા અને સન્માન આપવા માટે, ભારત સરકાર દ્વારા સુભાષ ચંદ્ર બોઝ આપત્તી પ્રબંધન પુરસ્કાર નામનો વાર્ષિક પુરસ્કાર સ્થાપિત કરવામાં આવ્યો છે.
 • એવોર્ડ તરીકે સંસ્થાને રૂ. 51 લાખ રોકડ અને પ્રમાણપત્ર અને રૂ. 5 લાખ રોકડ અને વ્યક્તિગત સ્તરે પ્રમાણપત્ર આપવામાં આવે છે.
 • પુરસ્કારનો પ્રારંભ : વર્ષ 2019થી આ પુરસ્કારનો પ્રારંભ થયો છે.
 • પુરસ્કાર કોને મળે છે : ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ શ્રેષ્ઠ કાર્યને માન્યતા આપવા ભારત સરકારે ‘સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર (SCBAPP) ’ નામનો વાર્ષિક રાષ્ટ્રીય એવોર્ડ સ્થાપ્યો છે.
 • જાહેરાત ક્યારે :  ભારતમાં શ્રી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 23 જાન્યુઆરીના રોજ આ એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવે છે.
 • આ એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે અથવા તો “સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર’ તરીકે ઓળખાય છે.

આંદામાન અને નિકોબારના અનામી ટાપુઓનું નામકરણ

 • પરાક્રમ દિવસ (23 જાન્યુઆરી – સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ)ના અવસર નિમિત્તે આંદામાન અને નિકોબાર ટાપુઓના 21 સૌથી મોટા અનામી ટાપુઓને 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓના નામ આપવામાં આવ્યા.
 • આંદામાન અને નિકોબાર ટાપુઓના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝની સ્મૃતિને માન આપવા માટે 2018માં રોસ ટાપુનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ટાપુ રાખવામાં આવ્યું હતું. નીલ દ્વીપ અને હેવલોક દ્વીપનું નામ પણ શહીદ દ્વીપ અને સ્વરાજ દ્વીપ રાખવામાં આવ્યું હતું.
 • સૌથી મોટા અનામી ટાપુનું નામ પ્રથમ પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્માના નામ પરથી રાખવામાં આવશે, જેઓ શ્રીનગર એરપોર્ટ નજીક પાકિસ્તાની ઘૂસણખોરોને ભગાડતી વખતે 3 નવેમ્બર, 1947ના રોજ એક્શનમાં મૃત્યુ પામ્યા હતા. બડગામના યુદ્ધ દરમિયાન તેમની બહાદુરી અને બલિદાન માટે તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.

ટાપુઓના નામ

 • મેજર સોમનાથ શર્મા, સુબેદાર અને માનદ કેપ્ટન (તત્કાલીન લાન્સ નાઈક) કરમ સિંહ, સેકન્ડ લેફ્ટનન્ટ રામા રાઘોબા રાણે, નાઈક જદુનાથ સિંહ, કંપની હવાલદાર મેજર પીરુ સિંહ, કેપ્ટન જી.એસ. સલારિયા, લેફ્ટનન્ટ કર્નલ (તત્કાલીન મેજર) ધન સિંહ થાપા, સુબેદાર જોગીન્દર સિંઘ, મેજર શૈતાન સિંઘ, હવાલદાર અબ્દુલ હમીદ, લેફ્ટનન્ટ કર્નલ અરદેશર બુર્જોરજી તારાપોર, લાન્સ નાઈક આલ્બર્ટ એક્કા, મેજર હોશિયાર સિંઘ, સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ, ફ્લાઈંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન, મેજર રામાસ્વામી પરમેશ્વરન, નાયબ સુબેદાર બાના સિંઘ, કેપ્ટન વિક્રમ બત્રા, લેફ્ટનન્ટ મનોજ કુમાર પાંડે, સુબેદાર મેજર સંજય કુમાર અને સુબેદાર મેજર નિવૃત્ત (માનનીય કેપ્ટન) ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ યાદવ.

પરમવીર ચક્ર પુરસ્કાર

 • પરમવીર ચક્ર એ ભારતનો સર્વોચ્ચ સેના ખિતાબ છે. આ ચંદ્રક જમીન, પાણી અથવા આકાશમાં દુશ્મનો સામે અભૂતપૂર્વ શૌર્ય પ્રદર્શન અને દેશ માટે બલીદાનની ભાવના બદલ આપવામાં આવે છે.
 • આ મેડલ કાંસાનો હોય છે જેની એક તરફ ઇન્દ્રવજ્ર દોરેલું હોય છે અને બીજી તરફ હિન્દી-અંગ્રેજીમાં પરમવીર ચક્ર લખેલું હોય છે. આ પદક જાંબલી પટ્ટીથી પહેરાય છે.

Leave a Comment

Share this post