સુલભ ઈન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન

સુલભ ઈન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન

  • ટોયલેટ ક્રાંતિના (Toilet revolution) પિતા અને સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક સામાજિક કાર્યકર બિંદેશ્વર પાઠકનું 15 ઓગસ્ટ 2023 ના રોજ કાર્ડિયાક અરેસ્ટને કારણે દિલ્હીની એઈમ્સમાં અવસાન થયું હતું. ઘણા લોકો પાઠકને ‘સ્વચ્છતા સાન્તાક્લોઝ’ના નામથી બોલાવતા હતા અને કેટલાક ભારતના ટોયલેટ મેન તરીકે બોલાવતા હતા. ડો. પાઠકે સૌપ્રથમ 1968માં ડિસ્પોઝલ કમ્પોસ્ટ શૌચાલયની શોધ કરી હતી, જે ઘરની આસપાસ મળતી સામગ્રીમાંથી ઓછા ખર્ચે બનાવી શકાય છે.
  • તેમણે ભારતમાં મેન્યુઅલ સ્કેવેન્જિંગ સમુદાયની દુર્દશાનો પર્દાફાશ કર્યો હતો. આ સમુદાયની સ્થિતિ સુધારવા માટે તેમણે 1970માં સુલભ ઈન્ટરનેશનલની સ્થાપના કરી હતી. આજે દેશમાં આ શૌચાલયોનું નેટવર્ક ‘સુલભ શૌચાલય’ના નામે ઓળખાય છે.
  • ‘સુલભ ઇન્ટરનેશનલે’ વર્ષ 2011માં અફઘાનિસ્તાનમાં અમેરિકાની સેના માટે ખાસ પ્રકારનાં શૌચાલય બનાવવાની યોજના બનાવી હતી. તે સમયે ‘સુલભ ઇન્ટરનેશનલ’ ભારત સિવાય દક્ષિણ આફ્રિકા, ચીન, ભૂટાન, નેપાલ અને ઇથિયોપિયા સહિત 10 અન્ય દેશોમાં શૌચાલય સબંધિત તકનીક પ્રદાન કરી ચૂક્યું હતું.
  • બિંદેશ્વર પાઠકનો જન્મ 2 એપ્રિલ 1943ના રોજ બિહારના વૈશાલી જિલ્લાના એક ગામમાં થયો હતો. ડો. પાઠકને 2003માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. તેમને 1991માં ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ મળ્યો હતો.
  • 2016માં જ ન્યુયોર્ક સિટીએ તેમના માનમાં 14 એપ્રિલને ‘બિંદેશ્વર પાઠક દિવસ’ તરીકે જાહેર કર્યો હતો.તેમને સ્ટોકહોમ વોટર પ્રાઈઝ, ગાંધી શાંતિ પુરસ્કાર, ઈન્દિરા ગાંધી પુરસ્કાર અને લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પુરસ્કાર જેવા અન્ય ઘણા પુરસ્કારો અને સન્માનો પણ મળ્યા હતા.
  • તેમને 2016માં ભારતીય રેલ્વેના સ્વચ્છ રેલ મિશન માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ જાહેર કરવામાં આવ્યા હતા.

Leave a Comment

Share this post