સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ

સુનિતા અગ્રવાલ બન્યા ગુજરાતના બીજા મહિલા ચીફ જસ્ટિસ

  • ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક માટેની કોલજિયમ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂક્યા છે. 21 નવેમ્બર, 2011માં તેઓ અલ્હાબાદ હાઇકોર્ટમાં જજ બન્યા હતા. હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. વર્તમાન ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવા માટે ભલામણ કરવામાં આવી છે.
  • ગુજરાત હાઇકોર્ટમાં જજ સોનિયા ગોકાણીના રિટાયરમેન્ટ બાદ તેમણે કાર્યકારી ચીફ જજ બનાવવામાં આવ્યા હતા. કેરાલા હાઇકોર્ટના ચીફ જજ એસ. વેંકટનારાયણ ભટ્ટીની સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી થવાથી કેરાલા હાઇકોર્ટમાં આશિષ દેસાઈને હવે ચીફ જજ બનાવાયા છે.

આ સાત હાઈકોર્ટને મળશે નવા ચીફ જસ્ટિસ

  • સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેરળ, ઓરિસ્સા, મણિપુર, આંધ્રપ્રદેશ, બોમ્બે, તેલંગાણા અને ગુજરાતની સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરવાની ભલામણ કરી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડની આગેવાની હેઠળની કોલેજિયમ અને ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને સંજીવ ખન્નાએ ઠરાવો પસાર કર્યા હતા.

Leave a Comment

Share this post