સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)

 • જેની કવિતાઓ પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર લખાય છે તેવા લાઠીના રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કવિ કલાપી)ની જન્મજયંતી 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે.
 • ‘કલાપી’નું જીવન પટ ટૂંકુ, માત્ર 26 વર્ષ, પણ સર્જન પટ વિશાળ છે.
 • આટલી ટૂંકી ઉમરમાં તેમણે અનેક કવિતાઓ રચીને ગુજરાતી સાહિત્યને સમુદ્ધ કર્યુ.
 • સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (26 જાન્યુઆરી 1874 , લાઠી- 9 જૂન 1900,લાઠી) જેઓ કલાપી ઉપનામથી પ્રખ્યાત છે, ગુજરાતી કવિ અને લાઠીના રાજવી હતા.
 • ઉપનામ : કલાપી, મધુકર (શરૂઆત) , સુરતાની વાડીનો મીઠો મોરલો – કવિ કાન્ત , પ્રણય અને અશ્રુનાં કવિ – કનૈયાલાલ માણેકલાલ મુનશી, યુવાનોના કવિ – સુન્દરમ, ગુજરાત નો ઓમર ખચ્યમ, ગુજરાતનો વર્ડ્ઝ વર્થ
 • ફિલ્મ : કલાપી (સંજીવકુમાર) , મનોરમા (હૃદય ત્રિપુટી)
 • કાવ્ય : હરિગીત, મંદાક્રાન્તા (છંદ માં તેઓ લખતા કાવ્યો) તેઓ પ્રણય કાવ્યો માટે જાણીતા છે
 • દાસી : મોંઘી / શોભના
 • 21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)

પંક્તિઓ

 1. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
 2. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.
 3. સૌંદર્ય વેડફી દેતા ના, ના સુંદરતા મળી.
 4. ચળકાટ તારો એ જ પણ તું જ ત..
 5. કિસ્મત કરાવે ભૂલ, તે ભૂલો કરી નાખું બધી

મુખ્ય કૃતિઓ

 • કાવ્યસંગ્રહ– કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય)
 • કલાપીની પત્રધારા , હૃદય ત્રિપુટી , બિલ્વમંગલ, માલા અને મુદ્રીકા
 • વર્ણન – કાશ્મીરનો પ્રવાસ અથવા સ્વર્ગનું સ્વપ્ન (પ્રવાસવર્ણન)
 • નિબંધ– સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

સન્માન

 • રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
 • એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે

Leave a Comment

Share this post