સુષ્મા સ્વરાજ ( જન્મ : 14 ફેબ્રુઆરી 1952 )

 • જન્મ : 14 ફેબ્રુઆરી 1952 , અંબાલા છાવણી.
 • મૃત્યુ : 6 ઓગસ્ટ 2019 , નવી દિલ્હી.
 • તેમણે 2014 થી 2019સુધી પ્રથમ નરેન્દ્ર મોદી સરકારમાં ભારતના વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી.
 • જવાહરલાલ નેહરુ પછી વિદેશ મંત્રી તરીકે 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર તે માત્ર બીજી વ્યક્તિ છે.
 • ભારત સરકારમાં ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેતા હતા.
 • તેઓ સંસદ સભ્ય તરીકે સાત અને ત્રણ વખત વિધાન સભામાં ચૂંટાયા હતા.
 • 1977 માં 25 વર્ષની ઉંમરે, તે ભારતના હરિયાણા રાજ્યનાં સૌથી નાની વયનાં કેબિનેટ મંત્રી બન્યા હતા.
 • તેમણે 1998માં ટૂંકા ગાળા માટે દિલ્હીના 5માં મુખ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી અને દિલ્હીની પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન બની હતી.
 • તેમને જાહેર બાબતોના ક્ષેત્રમાં 2020 માં મરણોત્તર ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો.
 • સુષ્મા સ્વરાજ ભારતમાં કોઈ રાષ્ટ્રીય રાજકીય પક્ષના પ્રથમ મહિલા પ્રવક્તા હતા.
 • ભાજપના પ્રથમ મહિલા મુખ્યમંત્રી, કેન્દ્રીય કેબિનેટ મંત્રી, મહાસચિવ, પ્રવક્તા, વિપક્ષના નેતા અને વિદેશ મંત્રી તરીકે તેઓને શ્રેય જાય છે.
 • તે ભારતીય સંસદની પ્રથમ અને એકમાત્ર મહિલા સાંસદ છે જેને ઉત્કૃષ્ટ સંસદસભ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.
 • ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ સિવિલ મેરિટ (સ્પેન ) તેમણે આપવામાં આવ્યું હતું.
 • 2020માં ભારત સરકારે ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન સર્વિસ કર્યું .
 • 2020માં, ભારત સરકારે પ્રવાસી ભારતીય કેન્દ્રનું નામ બદલીને સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું.
 • અંબાલા સિટીના બસ સ્ટેશનનું નામ 2020માં તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.

1 thought on “સુષ્મા સ્વરાજ ( જન્મ : 14 ફેબ્રુઆરી 1952 )”

Leave a Comment

Share this post