તરણવીર સંપન્ના રમેશ શેલાર

તરણવીર સંપન્ના રમેશ શેલાર

  • તરણવીર સંપન્ના રમેશ શેલાર , શ્રીલંકાના તલાઈમન્નારથી તમિલનાડુના ધનુસ્કોડી સુધીની પાલ્ક સ્ટ્રેટ પાર કરનાર અંડર-21 જૂથમાં સૌથી ઝડપી ભારતીય બની ગયા છે. તેણે 29 કિલોમીટરનું અંતર 5 કલાક અને 30 મિનિટમાં પૂર્ણ કરીને આ રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉનો રેકોર્ડ 8 કલાક અને 26 મિનિટનો હતો.

પાલ્કની સામુદ્રધુની (Palk Strait)

  • પાલ્ક સ્ટ્રેટ કયા બે દેશોને અલગ કરે છે?  :  ભારત અને શ્રીલંકા
  • પાલ્કની સામુદ્રધુની : દક્ષિણ ભારત અને ઉત્તર શ્રીલંકા વચ્ચે આવેલી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના મનારના અખાતને જોડતી ખાડી. બંગાળના ઉપસાગરનું પ્રવેશદ્વાર.
  • સામુદ્રધુનીના નૈર્ઋત્ય ભાગને પાલ્કનો ઉપસાગર કહે છે.
  • તે ભારતના તમિલનાડુ અને શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના જાફના જિલ્લા વચ્ચેનો એક સામુદ્રધુની છે.
  • તે ઉત્તરપૂર્વમાં બંગાળની ખાડીને દક્ષિણ પશ્ચિમમાં પાલ્ક ખાડી સાથે જોડે છે.
  • સ્ટ્રેટનું નામ રોબર્ટ પાલ્કના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેઓ મદ્રાસના ગવર્નર હતા (1755-1763).
  • ઉત્તર શ્રીલંકાનું વેપારી કેન્દ્ર ગણાતું જાફના તેના પર આવેલું મુખ્ય બંદર છે; અહીંથી શ્રીલંકા અને તમિળનાડુ વચ્ચે વેપાર ચાલે છે.
  • દક્ષિણ તરફ રામેશ્વરમનો ટાપુ, આદમનો પુલ (શોએલ્સની સાંકળ) અને મનારનો ટાપુ આવેલા છે.

Leave a Comment

Share this post