T+1 સેટલમેન્‍ટ સાયકલ

તાજેતરમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા ભારતના શેર બજારમાં T+1 સેટલમેન્‍ટ સાયકલને સંપૂર્ણ રીતે અમલમાં મૂકાઈ છે.
  • આ પ્રણાલી અમલમાં મૂકનાર ભારત ચીન બાદ વિશ્વનો બીજો દેશ બન્યો છે.

T+1 સેટલમેન્‍ટ સાયકલ એટલે શું?

  • T+1નું પૂરું નામ ‘ટ્રેડ-પ્લસ-વન’ (T+1) છે. T+1 સેટલમેન્ટ સાયકલ એટલે ‘શેર બજારમાં કોઈ શેરની ખરીદી અથવા વેચાણની પતાવટનો વ્યવહાર 24 કલાકની અંદર પૂર્ણ થાય’. T+1 સેટલમેન્ટ સાયકલ માત્ર એક દિવસમાં પોતાનો ડિલિવરી વ્યવહાર પૂર્ણ કરશે.
  • ઉદાહરણ તરીકે જો કોઈ ગ્રાહક બુધવારે શેરની ખરીદી કરે છે, તો તેને T+1 સેટલમેન્ટ સાયકલ હેઠળ તેના ડીમેટ અકાઉન્‍ટમાં ગુરુવારે શેર જમા થશે.
  • નિફ્ટી અને સેન્સેક્સ શેરો સહિત 25 જેટલા લાર્જ-કેપ અને ટોપ મિડ-કેપ શેરો T+1 સેટલમેન્ટ હેઠળ આવશે.
  • 2001 સુધી ભારતીય શેર બજારમાંમાં શેરોની પતાવટ સાપ્તાહિક ધોરણે થતી હતી. ત્યારબાદ T+3ની રોલિંગ સેટલમેન્ટ સિસ્ટમ લાગૂ થઈ. 2003 બાદ શેર બજારમાં T+2 સેટલમેન્ટ સાયકલ દ્વારા લોકોને ઝડપી શેરોના વ્યવહારની ઝડપી પતાવટ કરવામાં આવી.

ફાયદાઓ

  1. તરલતામાં સુધારો: રોકાણકારને T+1 સેટલમેન્‍ટના કારણે 24 કલાકની અંદર બેંક ખાતામાં શેર વેચાણ અને ખરીદીનું ભંડોળ પ્રાપ્ત થાય છે. જેથી રોકાણકારોની એકંદર મૂડીની જરૂરિયાતો ઘટાડવામાં મદદ મળશે.
  2. વ્યવહારની કિંમત ઘટશે : T+1 સેટલમેન્‍ટ માર્જિનની જરૂરિયાતમાં ઘટાડો કરશે, જેનાથી શેરના પતાવટ વ્યવહારોની કિંમતમાં ઘટાડો થશે. વ્યવહારોની ઓછી કિંમત રોકાણકારો માટે મદદરૂપ થશે અને બજારોનું એકંદર જોખમ ઘટાડશે.
  3. અટકેલ વ્યવહારોની સંખ્યામાં ઘટાડો : ટૂંકી પતાવટ સાયકલ કોઈપણ સમયે અટકેલ વ્યવહારોની સંખ્યામાં ઘટાડો કરે છે. તેથી ક્લિયરિંગ કોર્પોરેશન (સીસીપી)માં અટકેલ ટ્રેડમાં 50% ઘટાડો કરે છે અને સેટલમેન્‍ટ સાયકલને ઘટાડે છે.
  4. પ્રણાલીગત જોખમ ઘટાડવું: વેપારના જોખમને આવરી લેવા માટે સિસ્ટમમાં અવરોધિત મૂડી કોઈપણ સમયે બાકી રહેલા ટ્રેડ્સની સંખ્યામાં પ્રમાણસર ઘટાડો થશે. વેપારના વધારાના યુગમાં ટૂંકી સેટલમેન્ટ સાયકલ પ્રણાલીગત જોખમ ઘટાડવામાં મદદ કરશે.
  5. કાર્યક્ષમતા : T+1 સેટલમેન્‍ટથી શેરના વેચાણથી 24 કલાકની અંદર બેંક ખાતામાં ભંડોળ મેળવવામાં પણ મદદ મળશે. જે ઓપરેશનલ કાર્યક્ષમતામાં વધારો કરશે કારણ કે ફંડ્સ અને સ્ટોકનું રોલિંગ ઝડપી થશે.

પડકાર

  • અમેરિકા, જાપાન, બ્રિટન અને અન્ય દેશોમાં હજુ સુધી T+1 સેટલમેન્‍ટ સાયકલ લાગૂ થઈ નથી. જેના કારણે સમય ઝોન તફાવત, માહિતી પ્રવાહ પ્રક્રિયા અને વિદેશી વિનિમય સમસ્યાઓનો સમાવેશ કરવો પડેશે. જેથી વિદેશી રોકાણકારોએ આ બાબતની ફરિયાદ નાણા મંત્રાલયને કરી છે.

સેટલમેન્ટ સિસ્ટમ

  • સિક્યોરિટીઝ ક્ષેત્રમાં નાણાકીય વ્યવહાર પતાવટનો સમયગાળો એ વેપાર કરવામાં આવ્યો હોય અને  વેપારની અંતિમ તારીખ વચ્ચેના સમયગાળાને દર્શાવે છે.
  • સેટલમેન્‍ટના સમયગાળામાં  છેલ્લા દિવસે  ખરીદાર શેર/સિક્યોરિટીનો ધારક બની જાય છે.

Leave a Comment

TOPICS : ,

Share this post