તમિલનાડુએ CBIને આપવામાં આવેલી ‘જનરલ કન્સેન્ટ’ પાછી ખેંચી

તમિલનાડુએ CBIને આપવામાં આવેલી ‘જનરલ કન્સેન્ટ’ પાછી ખેંચી

  • સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)ને આપવામાં આવેલો ‘જનરલ કન્સેન્ટ’ (સર્વસામાન્ય પરવાનગી) તામિલનાડુ સરકારે પાછો ખેંચ્યો છે. હવે રાજ્યમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવા માટે સેન્ટ્રલ એજન્સી એટલે કે CBIએ પ્રથમ તામિલનાડુ સરકારની પરવાનગી લેવાની રહેશે. તમિલનાડુના વીજળી પ્રધાન વી. સેંથિલબાલાજીની કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે.

CBI માટે ‘ જનરલ કન્સેન્ટ’

  • વાસ્તવમાં CBI એક કેન્દ્રીય એજન્સી છે અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે. CBI પોતાની તપાસ DPSE : દિલ્હી પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એકટ-1946 એક્ટ હેઠળ કરે છે અને કોઈ પણ રાજ્યમાં પરવાનગી વગર તપાસ કરી શકે નહીં. CBI ત્યારે જ તપાસ શરૂ કરી શકે જ્યારે કોઈ રાજ્ય સરકાર તેને તપાસ કરવાનું કહે અથવા તો હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તપાસ કરવાનો આદેશ આપે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)

  • તે જાહેર જીવનમાં મૂલ્યોની જાળવણી અને રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતી, તપાસ કરતી પોલીસ એજન્સી છે. તે ભારતમાં નોડલ પોલીસ એજન્સી પણ છે, જે ઇન્ટરપોલ સભ્ય દેશો વતી તપાસનું સંકલન કરે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લાંચ અને ભ્રષ્ટાચારની તપાસ માટે 1941માં સ્થપાયેલ વિશેષ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટમાં તેનું ઉદ્ભવ છે. સંથાનમ સમિતિની ભલામણ બાદ 1963માં ગૃહ મંત્રાલયના ઠરાવ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી.તે કર્મચારી વિભાગ, કર્મચારી મંત્રાલય, પેન્શન અને જાહેર ફરિયાદ, ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post