તારક જનુભાઈ મહેતા

તારક જનુભાઈ મહેતા

  • તારક જનુભાઈ મહેતા ‍‍(26 ડિસેમ્બર 1929 – 1 માર્ચ 2017) પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા.
  • 1971થી ‘ચિત્રલેખા’ સાપ્તાહિકમાં પ્રગટ થતી તેમની નિયત પાત્રસૃષ્ટિને કેન્દ્રમાં રાખીને લખાતી લેખમાળા ‘દુનિયાને ઊંધાં ચશ્માં’-એ દેશ-વિદેશમાં અપાર લોકચાહના અપાવી. એમનાં લખેલાં કુલ 5 મૌલિક નાટકોમાંથી ‘દુનિયાને ઊંધાં ચશ્માં’ પ્રહસનને ગુજરાત-મહારાષ્ટ્રની સરકારો તરફથી અભિનય, નિર્દેશન તેમજ લેખનનાં કુલ 14 જેટલાં પારિતોષિકો મળ્યાં છે.
  • હિંદીમાં સબ ટીવી પર જુલાઇ,2008થી પ્રસારિત થતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની ટી.વી. ધારાવાહિક શ્રેણી ભારે લોકપ્રિય બની છે. પ્રસ્તુત ધારાવાહિક ચિત્રલેખાની ધારાવાહિક ‘દુનિયાને ઉંધા ચશ્માં’ના આધારે તૈયાર થઇ છે. એમની હાસ્યલેખો પર આધારિત ટેલિવિઝન શ્રેણીઓમાં મુખ્યત્વે ‘સાસુજીના અખતરા’ અને ‘જૂઠણ જરીવાલા’ રહસ્યકથા પર આધારિત ‘દહેશત’ ઘણી જ લોકચાહના પામી હતી.
  • ત્રિઅંકી નાટકો નવું આકાશ નવી ધરતી (1964), દુનિયાને ઊંધા ચશ્મા (1965), પ્રહસન કોથળામાંથી બિલાડું (1965) ઉપરાંત તારક મહેતાના આઠ એકાંકીઓ (1978) અને તારક મહેતાનાં છ એકાંકીઓ (1983) આપ્યાં છે.
  • ‘પશુમાં પડી એક તકરાર’, ‘એક મૂરખને એવી ટેવ’, ‘નવું આકાશ, નવી ધરતી’ અને ‘તરણા ઓથે ડુંગર’ વગેરે તેમણે લખ્યા હતા, ‘લાખો ફૂલાણી’ જેવી ગુજરાતી ફિલ્મોનાં હાસ્ય-ર્દશ્યો તેમણે લખી હતી. ‘ઍક્શન રિપ્લે’ શીર્ષકની તેમની બે ભાગમાં પ્રકટ થયેલી આત્મકથા પણ તેમણે લખી હતી.
  • તારક મહેતાને 2105માં ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2011માં તેમને ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો,2017માં રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક મરણોત્તર એનાયત થયો હતો.

Leave a Comment

Share this post