ઠક્કર બાપા :આજીવન મૂકસેવક, અંત્યજનોના ગોર, ભૂલાયેલું પાત્ર

ગરીબોના બેલી તરીકે જાણીતા ‘સવાઈ દાહોદીયન’ પૂ. ઠક્કરબાપાનો આજે નિર્વાણ દિવસ છે .

  • અવસાન : ૨૦ જાન્યુઆરી ૧૯૫૧
  • જન્મ : ૨૯ નવેમ્બર ૧૮૬૯
  • પૂ. ઠક્કર બાપાનું પૂરું નામ ‘શ્રી અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર’ હતું.
  • ૧૯૨૨માં તેમણે ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી.
  • મહાત્મા ગાંધી દ્વારા ૧૯૩૨ માં સ્થાપિત હરિજન સેવક સંઘના તેઓ મહામંત્રી બન્યા હતા.
  • ૨૪ ઓક્ટોબર ૧૯૪૮ ના રોજ ભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના તેમની પહેલ પર કરવામાં આવી હતી.
  • મહાત્મા ગાંધી તેમને ‘બાપા’ કહેતા હતા.
  • ભારત સરકારે ૧૯૬૯ માં તેમના સન્માનમાં એક ટિકિટ પણ રજૂ કરી હતી.
  • અંત્યજો માટે ૧૯૨૩માં ‘ગુજરાત અંત્યજ સેવા મંડળ’ સ્થપાયું હતું, જેના અધ્યક્ષ ઠક્કરબાપા હતા તથા પરીક્ષિતલાલ મજમુદાર મંત્રી હતા. આગળ જતાં આ સંસ્થાનું નામ ‘હરિજન સેવક સંઘ’ રાખવામાં આવ્યું હતું

Leave a Comment

Share this post