લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ કરવામાં આવ્યો

લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ કરવામાં આવ્યો

  • ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો 23 મો વાર્ષિક અહેવાલ અર્પણ કર્યો હતો. એપ્રિલ-2022 થી માર્ચ- 2023ના સમયગાળાના લોકાયુક્તના વાર્ષિક અહેવાલની અર્પણવિધિ વખતે લોકાયુક્તના રજીસ્ટ્રાર બીપીનચંદ્ર ડી. સોની સાથે રહ્યા હતા.
  • ગુજરાતમાં 1986માં ગુજરાત વિધાનસભા દ્વારા લોકાયુક્ત અધિનિયમ 1986 પસાર કરીને તેમનું સર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે નવા ગુજરાત લોકાયુક્ત આયોગ ધારો 2013માં પસાર કરવામાં આવ્યો હતો.

લોકાયુક્ત

  • લોકાયુક્ત બહુસભ્ય સંસ્થા રહશે, જેમા એક મુખ્ય લોકાયુક્ત અને 4 ઉપ-લોકાયુક્તનો સમાવેશ થાય છે. મુખ્ય લોકાયુક્તનો કાર્યકાળ 5 વર્ષ અથવા 72 વર્ષ હોય છે. આ બન્નેમાંથી જે પ્રથમ લાગુ પડે તે અમલમાં લેવાય છે. લોકાયુક્ત રાજ્ય મંત્રીઓની સાથે સાથે મુખ્યમંત્રી સામે ફરિયાદ લઈ તપાસ કરવાની સત્તા ધરાવે છે.
  • ભારતમાં રાજ્યસ્તરે લાંચરૂશ્વત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. ગુજરાતમાં 1986માં ગુજરાત વિધાનસભા દ્વારા ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986 પસાર કરીને તેમનું સર્જન કરવામાં આવ્યું હતું. જુલાઈ, 1988થી રાજ્યમાં લોકાયુક્ત કાર્યાલય અસ્તિત્વમાં આવ્યું છે.
  • ગુજરાત રાજ્યમાં કુલ પાંચ લોકાયુક્ત નિમાયા છે, જેમાં ડી.એસ.શુક્લ, આઇ.સી.ભટ્ટ, એમ.એમ.સોની, ડી.પી.બુચ અને રાજેશ શુકલાનો સમાવેશ થાય છે. લોકાયુક્ત અને ઉપ-લોકાયુક્તની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.

લોકાયુક્ત : પસંદગી સમિતિ

  • i) મુખ્ય પ્રધાન – અધ્યક્ષ; (ii) ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ; (iii) મંત્રી પરિષદમાંથી એક મંત્રી, મુખ્યમંત્રી દ્વારા નામાંકિત કરવામાં આવશે; (iv) ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અને જો તે પદ ખાલી હોય તો તે ગૃહમાં વિપક્ષના સભ્યો દ્વારા અધ્યક્ષ દ્વારા નિર્દેશિત કરવામાં આવે તેવી રીતે આ વતી ચૂંટાયેલી વ્યક્તિ; (v) હાઇકોર્ટના પાંચ વરિષ્ઠ ન્યાયાધીશોના કોલેજિયમ સાથે પરામર્શ કરીને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા નામાંકિત કરવામાં આવનાર ગુજરાત હાઇકોર્ટના એક જજ; (vi) તકેદારી કમિશનર, ગુજરાત રાજ્ય.

1 thought on “લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને અર્પણ કરવામાં આવ્યો”

  1. લોકાયુક્ત ને બંધારણ સાથે સરખાવી ને લખવાથી વિદ્યાર્થીઓ ને વધારે જાણવા મળી શકે .

    Reply

Leave a Comment

TOPICS : , ,

Share this post