ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય તે માટે કેન્દ્ર સરકારે નવી સિસ્ટમ CEIR લોન્ચ કરી

  • ચોરી થયેલો અથવા ખોવાયેલો મોબાઈલ સરળતાથી ટ્રેક કરી શકાય તે માટે કેન્દ્ર સરકારે નવી સિસ્ટમ લોન્ચ કરી છે.
  • સરકારે મોબાઈલ ટ્રેકિંગ સિસ્ટમ માટે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર (CEIR) લોન્ચ કર્યું છે.
  • જો તમારો ફોન ખોવાઈ જાય, તો તુરંત આ વેબસાઈટ પર જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો. ત્યારબાદ તમારો ફોન બ્લોક થઈ જશે.
  • ઉપરાંત જો ચોર તમારું સિમકાર્ડ કાઢી અન્ય સિમકાર્ડ નાખશે તો પણ તમારો ફોન બ્લોક થઈ જશે અને ચોર નવા સિમકાર્ડનો ઉપયોગ નહીં કરી શકે.
  • જે વ્યક્તિનો મોબાઈલ ખોવાઈ કે ચોરી થઈ ગયેલો છે, તે વ્યક્તિ CEIR દ્વારા તેમનો સ્માર્ટફોન બ્લોક કરાવી શકે છે.
  • હવે ખોવાયેલો અથવા ચોરી થયેલો ફોન સરળતાથી શોધી શકાશે.
  • આવા પ્રકારની છેતરપિંડીને રોકવા સરકારે નવું પોર્ટલ Sanchar Sathi લોન્ચ કર્યું છે.
  • મોબાઈલ બ્લોક કરાવ્યા બાદ સરકાર ફોનને ટ્રેક કરે છે અને તે મોબાઈલને શોધવાનો પ્રયાસ કરે છે.
  • સ્માર્ટફોન યુઝર્સ CEIR વેબસાઈટ અથવા KYM (નો યોર મોબાઈલ) એપ દ્વારા ખોવાયેલો મોબાઈલ બ્લોક કરી શકે છે.
  • જ્યારે મોબાઈલ પરત મળી જાય ત્યારે યુઝર્સ તેનો મોબાઈલ અનબ્લોક પણ કરી શકે છે.

Leave a Comment

Share this post