દલાઈ લામાએ 8 વર્ષના બાળકને બનાવ્યો ત્રીજો સૌથી મોટો ધર્મગુરૂ

દલાઈ લામાએ 8 વર્ષના બાળકને બનાવ્યો ત્રીજો સૌથી મોટો ધર્મગુરૂ

  • દલાઈ લામાએ અમેરિકન મોંગોલિયન બાળકને તિબેટીયન બૌદ્ધ ધર્મમાં ત્રીજા સૌથી મહત્વપૂર્ણ આધ્યાત્મિક નેતા તરીકે જાહેર કર્યા છે. આ બાળક દલાઈ લામા અને પંચેન લામા પછી બૌદ્ધ ધર્મના ત્રીજા સર્વોચ્ચ ધાર્મિક નેતા (Religious leader) બન્યા છે. આ કાર્યક્રમનું આયોજન હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં કરવામાં આવ્યું હતું.દલાઈ લામાએ મંગોલિયાના સર્વોચ્ચ ધર્મગુરુ ખલખા જેટસન ધંપા રિન્પોછેના 10માં જન્મને માન્યતા આપી હતી. જેમાં બૌદ્ધ ધર્મની માન્યતાઓનુ પાલન કરતા આ બાળકને દલાઈ લામાએ સિંહાસન પર બેસાડ્યો હતો.
  • આ બાળકને તિબેટનો સૌથી મોટો ધર્મગુરુ તથા મંગોલિયાના પણ ધર્મગુરૂ બનાવવામાં આવ્યા છે જે દલાઈ લામા જેવા હોય છે.
  • અમેરિકન મોંગોલિયન બાળક અગુઈદઈનો જન્મ વર્ષ 2015માં અમેરિકામાં થયો હતો. તેના પિતા યુનિવર્સિટીમાં પ્રોફેસર છે.તેની પાસે મંગોલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ એમ બેવડી નાગરિકતા છે.

Leave a Comment

Share this post