સરકાર તમામ NSO ડેટાની સમીક્ષા કરવા માટે નવી પેનલ બનાવી

સરકારે તમામ NSO ડેટાની સમીક્ષા કરવા માટે નવી પેનલ બનાવી

  • આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI)એ સ્થાયી સમિતિ ઓન ઇકોનોમિક સ્ટેટિસ્ટિક્સ (SCES) – જે માત્ર આર્થિક સૂચકાંકોની તપાસ કરવાનું કામ કરતી હતી તેના સ્થાને , આંકડા પર સ્થાયી સમિતિ (SCoS : Standing Committee on Statistics )ની રચના કરી છે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO)ના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા તમામ સર્વેક્ષણોના માળખા અને પરિણામોની સમીક્ષા કરવા માટે SCoS પાસે વ્યાપક આદેશ છે. ભારતના પ્રથમ મુખ્ય આંકડાશાસ્ત્રી અને નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન (NSC)ના ભૂતપૂર્વ અધ્યક્ષ પ્રણવ સેનને નવી સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારત સરકારની આંકડાકીય વ્યવસ્થા

  • સ્ટેટિસ્ટિક્સ વિભાગ અને પ્રોગ્રામ અમલીકરણ વિભાગના વિલીનીકરણ પછી 1999 માં MoSPI સ્વતંત્ર મંત્રાલય તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. મંત્રાલયની બે પાંખ છે, એક આંકડાકીય અને બીજી પ્રોગ્રામ અમલીકરણને લગતી.
  • NSO તરીકે ઓળખાતી સ્ટેટિસ્ટિક્સ વિંગમાં સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (CSO), કમ્પ્યુટર સેન્ટર અને નેશનલ સેમ્પલ સર્વે ઑફિસ (NSSO)નો સમાવેશ થાય છે. આ બે પાંખો ઉપરાંત, નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશન એક સ્વાયત્ત સંસ્થા છે – ભારતીય આંકડાકીય સંસ્થા – રાષ્ટ્રીય મહત્વની સંસ્થા.

Leave a Comment

TOPICS : ,

Share this post