ઓસ્કાર 2023: RRR ફિલ્મના નાટૂ નાટૂ ગીત અને ભારતની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ એલિફેન્ટ વ્હિસ્પરર્સને એવોર્ડ

ઓસ્કાર 2023: RRR ફિલ્મના નાટૂ નાટૂ ગીત અને ભારતની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ એલિફેન્ટ વ્હિસ્પરર્સને એવોર્ડ

 • લોસ એન્જલસમાં આયોજિત 95માં એકેડેમી એવોર્ડ્સ એટલે કે ઓસ્કાર 2023માં RRR ફિલ્મના નાટૂ નાટૂ ગીત અને ભારતની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ એલિફેન્ટ વ્હિસ્પરર્સે ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા.

નાટૂ નાટૂ ગીત

 • એસ.એસ.રાજમૌલીની ભારતીય ફિલ્મ RRRનું “નાટૂ નાટૂ ગીત” શ્રેષ્ઠ મૌલિક ગીત માટે ઓસ્કાર જીતી આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય ફિલ્મ બનીને ઈતિહાસ રચ્યો છે. ગીતના રચનાકાર એમ. એમ. કીરવાણી અને ગીતકાર ચંદ્રબોઝ સાથે મળીને એવોર્ડ મેળવ્યો હતો. નાટ નાટૂ ગીતના ગાયક રાહુલ સિપલીગંજ અને કાલા ભૈરવે અમેરીકામાં લોસ એન્જલસમાં ડોલ્બી થિયેટરમાં એકેડેમી એવોર્ડ સમારોહમાં ગીત રજૂ કર્યું હતું.
 • RRR એ બે દાયકામાં એકેડેમી પુરસ્કારો માટે નામાંકિત થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. સ્વાતંત્રય સેનાની કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુના જીવન પરથી પ્રેરીત આ ફિલ્મ 1920ના દાયકામાં બનેલી કાલ્પનિક વાર્તાને વર્ણવે છે.
 • ઓસ્કર 2023 પહેલા ગીત ‘નાટૂ નાટૂ’ને જાન્યુઆરીમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો. હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં પણ ‘નાટૂ-નાટૂ’એ બેસ્ટ સોંગ કેટેગરીમાં જીત મેળવી છે.

‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’

 • ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ(ટૂંકી દસ્તાવેજી ફિલ્મ) કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. ધી એલિફન્ટ વ્હિસ્પરર્સ એક નેટફ્લિક્સ ડૉક્યૂમેન્ટ્રી છે, ફિલ્મ નિર્માતા કાર્તિકી ગોન્સાલ્વિસ અને નિર્માતા ગુનીત મોંગાની આ 41 મિનિટની ટૂંકી દસ્તાવેજી ફિલ્મ રધુ-એક અનાથ બાળક હાથી અને તેની સંભાળ રાખનાર વચ્ચેના અતૂટ સબંધની વાત છે. ઘ એલિફન્ટ વ્હિસ્પરર્સએ આ કેટેગરીમાં ઓસ્કાર જીતનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. 1969માં બનેલી  ધ હાઉસ ધેટ આનંદા અને 1979માં એન એન્કાઉન્ટર વિથ ફેસ પછી નામાંકિત થનારી ત્રીજી ફિલ્મ છે.
 • 2008માં બ્રિટિશ ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરનું ગીત એ.આર. રહેમાન દ્વારા રચિત અને ગુલઝાર દ્વારા લિખિત ગીત “જય હો” બેસ્ટ ઓરીજીનલ ગીત કેટેગરીમાં એકેડેમી એવોર્ડ જીતનાર પ્રથમ હિન્દી ગીત બન્યું હતું.

95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણ

 • 95માં ઓસ્કરમાં દીપિકા પાદુકોણને પ્રસ્તુતકર્તાની ભૂમિકા નિભાવવાની મોટી જવાબદારી મળી હતી. પર્સિસ ખંભાતા અને પ્રિયંકા ચોપરા બાદ બહુમાન મેળવારી દીપિકા ત્રીજી ભારતીય પ્રેઝન્ટર હતી. આ પહેલાં 1980માં પૂર્વ મિસ ઇન્ડિયા (1965) પર્સિસ ખંભાતા અને ત્યાર બાદ 2016માં પ્રિયંકા ચોપરા ઓસ્કરમાં પ્રેઝેન્ટર તરીકે સામેલ થયાં હતાં.

મિશેલ યોહ શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર જીતનારી પ્રથમ એશિયન મહિલા બની

 • મલેશિયન અભિનેત્રી મિશેલ યોહ(Michelle Yeoh)ને 95 એકેડેમી એવોર્ડ્સમાં ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. મિશેલ યોહ આ સન્માન મેળવનાર પ્રથમ એશિયન અભિનેત્રી છે.ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’ને પણ બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે.આ ફિલ્મે 7 કેટેગરીમાં એવોર્ડ જીત્યો છે. મલેશિયન મૂળની, મિશેલ યોહે ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યો છે. એવોર્ડ જીતનારી તે માત્ર બીજી એશિયન અભિનેત્રી બની હતી (અવકવાફિનાએ 2020માં ધ ફેરવેલમાં તેની ભૂમિકા માટે એવોર્ડ જીત્યો હતો).

95મા એકેડેમી એવોર્ડ્સના વિજેતાઓની સંપૂર્ણ યાદી

કેટેગરી વિજેતા
બેસ્ટ પિક્ચર એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ
બેસ્ટ એક્ટર બ્રેન્ડન ફ્રેસર
(ધ વ્હેલ)
બેસ્ટ એક્ટ્રેસ મિશેલ યેહ
(એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટર હ્યુ ક્વાન
(એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ જેમી લી કર્ટિસ
(એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ ગુલિમેરો ડેલ ટોરો
બેસ્ટ સિનેમેટોગ્રાફી ઓલ ક્વિટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ (સિનેમેટોગ્રાફર : જેમ્સ ફ્રેન્ડ)
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન બ્લેક પેન્થરઃ વાકાંડા ફોરએવર
(રૂથ કાર્ટર)
દિગ્દર્શન એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ
(ડેનિયલ કવાન અને ડેનિયલ સ્કીનર્ટ)
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ નવલ્ની
(ડેનિયલ રોહર, ઓડેસા રાય, ડિયાન બેકર, મેલાની મિલર અને શેન બોરિસ)
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ
(કાર્તિકી ગોન્સાલ્વિસ અને ગુનીત મોંગા)
ફિલ્મ એડિટિંગ એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ (પોલ રોજર્સ)
ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ ઓલ ક્વિટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
મેકઅપ અને હેરસ્ટાઇલ ધ વ્હેલ
(એડ્રિયન મોરોટ, જુડી ચિન અને એનીમેરી બ્રેડલી)
મ્યુઝિક (ઓરિજનલ સ્કોર) ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
(વોકર બર્ટેલમેન)
મ્યુઝિક (ઓરિજનલ સોંગ) નાટૂ નાટૂ
(
RRR)
પ્રોડક્શન ડિઝાઇન ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ
(પ્રોડક્શન ડિઝાઇન: ક્રિશ્ચિયન એમ. ગોલ્ડબેક; સેટ ડેકોરેશન: અર્નેસ્ટાઇન હિપર)
શોર્ટ ફિલ્મ (એનિમેટેડ) ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ
(ચાર્લી મેકેસી અને મેથ્યુ ફ્રોઈડ)
લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ એન આઇરિશ ગુડબાય
(ટોમ બર્કલે અને રોસ વ્હાઇટ)
વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અવતાર: ધ વે ઓફ વોટર
(જો લેટેરી, રિચાર્ડ બેનહેમ, એરિક સેન્ડન અને ડેનિયલ બેરેટ)
રાઇટિંગ (અડાપ્ટેડ સ્ક્રીનપ્લે) વુમન ટોકિંગ
(સ્ક્રીનપ્લે – સારાહ પોલી)
રાઇટિંગ (ઓરિજનલ સ્ક્રીનપ્લે) એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ
(ડેનિયલ કવાન અને ડેનિયલ સ્કીનર્ટ)
સાઉન્ડ ટોપ ગન: મેવેરિક
(માર્ક વેઇન્ગાર્ટન, જેમ્સ એચ. માથેર, અલ નેલ્સન, ક્રિસ બર્ડન અને માર્ક ટેલર)

એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર)

ઓસ્કાર એવોર્ડ સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ પુરસ્કાર છે.ઓસ્કાર વિશ્વનો સૌથી જૂનો એન્ટરટેનમેન્ટ એવોર્ડ છે. અકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા આપવામાં આવતો ઓસ્કાર એવોર્ડ મનોરંજન જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. તેને અકાદમી એવોર્ડ ઓફ મેરિટ કે અકાદમી પુસ્કાર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એવોર્ડ આંતરાષ્ટ્રીય મનોંરજન જગત અને ખાસ કરીને હોલિવુડની ફિલ્મો અને કલાકારોને આપવામાં આવે છે. ઓસ્કાર એવોર્ડ સિનેમા અને મનોરંજનમાં શ્રેષ્ઠ કામ માટે કુલ 24 કેટેગરીમાં આપવામાં આવે છે,

 • પ્રથમ એકેડેમી એવોર્ડ્સ (ઓસ્કાર): 16 મે, 1929
 • કોના દ્ધારા આપવામાં આવે છે :  Academy of Motion Picture Arts and Sciences (AMPAS): 11 મે, 1927
 • ઓસ્કાર પુરસ્કારોનું સૌપ્રથમ 1930માં રેડિયો દ્વારા વ્યાપકપણે પ્રસારણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 1953માં ટેલિવિઝન દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post