પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી જેમાં AMRUT ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. રેલ્વે મંત્રાલયે ડિસેમ્બર 2022માં અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી હતી.
  • ગુજરાતના પણ 21 રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે. પુનર્વિકાસ પ્રોજેક્ટનો ખર્ચ 24,470 કરોડ રૂપિયા હશે. ગુજરાતમાં કુલ 21 રેલવે સ્ટેશનો રિડેવલપ કરવામાં આવશે. જેની પાછળ 846 કરોડનો ખર્ચ કરવામા આવશે. રેલવે સ્ટેશનમાં શોપિંગ ઝોન, ફૂડ કોર્ટ, કીડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે. અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવશે. તમામ સ્ટેશન ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ અને એસકેલેટર તૈયાર કરવામાં આવશે.
  • પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના અસારવા, પાલનપુર, કલોલ, ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ અને ધાંગધ્રા, જેમાં અમદાવાદ શહેરના અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા રેલવે સ્ટેશનનો પણ સમાવેશ થયો છે.
  • આગામી 40 વર્ષ માટે પ્લાનિંગ કર્યા બાદ બનાવવામાં આવી રહેલા આ સ્ટેશનોના પુનર્વિકાસ માટે સૌથી મોટો પડકાર બાકીના ટ્રાફિકને ડિસ્ટર્બ કર્યા વિના નવું કામ કરવાનો છે. જેના માટે સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
  • અમૃત ભારત સ્ટેશન યોજના રાષ્ટ્રવ્યાપી ધોરણે 1309 સ્ટેશનોનું નવીનીકરણ હાથ ધરવા શરૂ થઈ હતી.આ યોજનાનાં ભાગરૂપે પ્રધાનમંત્રીએ 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો છે.
  • આ સ્ટેશનોના વિકાસ માટે માસ્ટર પ્લાન્સ ‘સિટી સેન્ટર્સ’ તરીકે તૈયાર થઈ રહ્યાં છે, જેમાં શહેરની બંને તરફથી ઉચિત સંકલન સ્થાપિત કરવામાં આવશે. આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પથરાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.
  • આ નવીનીકરણ સારી ડિઝાઇન ધરાવતી ટ્રાફિકની અવરજવર, ઇન્ટર-મોડલ સંકલન અને પેસેન્જર્સના માર્ગદર્શન માટે સાઇનેજ સુનિશ્ચિત થવાની સાથે પેસેન્જરને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. સ્ટેશન બિલ્ડિંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, સાંસ્કૃતિક વારસા અને સ્થાપત્ય દ્વારા પ્રેરિત થશે.

યોજનાનો હેતુ

  • શહેરના કેન્દ્રો તરીકે સ્ટેશનોનો વિકાસ
  • શહેરના બે છેડાનું એકીકરણ
  • સ્ટેશન ઈમારતોની સુધારણા અને પુનઃવિકાસ
  • આધુનિક મુસાફરોની સુવિધાઓની જોગવાઈ
  • ટ્રાફિક સિસ્ટમ અને ઇન્ટરમોડલ એકીકરણ
  • સમાન અને સહાયક માર્ગદર્શિકા ચિહ્ન
  • માસ્ટર પ્લાનમાં પ્રોપર્ટીના યોગ્ય વિકાસ માટેની જોગવાઈ
  • લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ

Leave a Comment

Share this post