પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA)નો પ્રારંભ કર્યો

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે ‘પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષની સ્મૃતિ’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન આંતરરાષ્ટ્રીય બિગ કેટ્સ ગઠબંધન (IBCA: International Big Cat Alliance )નો પ્રારંભ કર્યો હતો.
  • તેમણે ‘અમૃતકાળ વિઝન ફોર ટાઇગર કન્ઝર્વેશન’ પ્રકાશનોનું પણ વિમોચન કર્યું હતું જે વાઘના વન આરક્ષિત વિસ્તારોના સંચાલનની અસરકારકતાના મૂલ્યાંકનના 5માં રાઉન્ડનો અહેવાલ છે તેમજ તેમણે વાઘની સંખ્યા જાહેર કરી હતી. ઓલ ઇન્ડિયા ટાઇગર એસ્ટીમેશન (5મો રાઉન્ડ)નો સારાંશ અહેવાલ પણ બહાર પાડ્યો હતો.તેમણે પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના પ્રસંગને અંકિત કરવા માટે એક સ્મૃતિ સિક્કો પણ બહાર પાડ્યો હતો.
  • વન્યજીવોનું સંરક્ષણ એ સાર્વત્રિક મુદ્દો છે. જુલાઇ 2019માં, પ્રધાનમંત્રીએ એશિયામાં વન્યજીવોના શિકાર અને ગેરકાયદેસર વેપારને નિશ્ચિતપણે રોકવા માટે વૈશ્વિક નેતાઓના ગઠબંધન માટે આહ્વાન કર્યું હતું. જે દુનિયામાં સાત મુખ્ય બિગ કેટ વર્ગના પ્રાણીઓના સંવર્ધન અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.  આ પ્રાણીઓમાં વાઘ, સિંહ, ચિત્તો, સ્નો લેપર્ડ, પુમા, જગુઆર અને ચિત્તાનો સમાવેશ થાય છે. આ પ્રજાતિઓનું ગૃહ સ્થાન હોય તેવા દેશો આ ગઠબંધનમાં સભ્ય રહેશે.
  • IBCA રૂ. 800 કરોડથી વધુના બાંયધરીકૃત ભંડોળ સાથે પાંચ વર્ષમાં ખાતરીપૂર્વકની સહાય પૂરી પાડશે. જોડાણની સદસ્યતા 97 “શ્રેણી” દેશો માટે ખુલ્લી રહેશે, જેમાં આ મોટા પ્રાણીઓનું કુદરતી નિવાસસ્થાન, તેમજ અન્ય રસ ધરાવતા દેશો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરેનો સમાવેશ થાય છે

ભારતના વાઘ સંરક્ષણ પ્રયાસો

  • ભારતમાં વાઘના વન આરક્ષિત વિસ્તારનું ક્ષેત્રફળ 75,000 ચોરસ કિલોમીટર જમીનને આવરી લે છે અને છેલ્લા દસથી બાર વર્ષમાં દેશમાં વાઘની વસ્તીમાં 75 ટકાનો વધારો થયો છે. વન્યજીવોના સંરક્ષણમાં દુનિયાનો માત્ર 2.4 ટકા જમીન વિસ્તાર ભારતમાં છે પરંતુ જાણીતી વૈશ્વિક જૈવવિવિધતામાં ભારતનું યોગદાન 8 ટકા છે. ભારત સમગ્ર દુનિયામાં વાઘની સૌથી મોટી રેન્જ ધરાવતો દેશ છે.
  • મધ્ય ભારતમાંથી ભરિયા સમુદાય અને મહારાષ્ટ્રના વરલી સમુદાય સહિત અન્ય લોકો વાઘની પૂજા કરે છે, જ્યારે ભારતમાં ઘણા સમુદાયો વાઘને મિત્ર અને ભાઇ માને છે. માતા દુર્ગા અને ભગવાન અયપ્પાની સવારી પણ વાઘ જ છે.
  • ભારત સમગ્ર દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં એશિયાટીક સિંહો વસે છે અને તેની વસ્તી 2015માં આશરે 525 હતી જે વધીને 2020માં 675 જેટલી થઇ ગઇ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post