રાની રામપાલના નામ પર બન્યું સ્ટેડિયમ

રાની રામપાલના નામ પર બન્યું સ્ટેડિયમ

  • ભારતીય હોકી સ્ટાર રાની રામપાલના નામ પર ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એક સ્ટેડિયમ બન્યું છે. આ ખાસ સન્માન મેળવનારી તે પ્રથમ મહિલા હોકી ખેલાડી બની છે. MCF રાયબરેલીનું નામ હવે ‘રાનીસ ગર્લ્સ હોકી ટર્ફ’ રાખવામાં આવ્યું છે. રાની રામપાલે માત્ર 15 વર્ષની ઉંમરમાં વર્ષ 2010નો હોકી વર્લ્ડ કપ ભારતીય મહિલા ટીમ માટે રમ્યા હતા. તે હાલમાં ભારતીય મહિલા હોકી ટીમની કેપ્ટન છે. રાની રામપાલે પોતાની કરિયરમાં 200થી વધુ મેચમાં કુલ 134 ગોલ ફટકાર્યા છે.

એવોર્ડ્સ

  • 2020માં તેણે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર’ પુરસ્કાર જીત્યો છે.
  • મેજર ધ્યાનચંદ ખેલ રત્ન (2020) – ભારતનું સર્વોચ્ચ ખેલ સન્માન.
  • પદ્મશ્રી (2020) – ચોથું સર્વોચ્ચ ભારતીય રાષ્ટ્રીય સન્માન

Leave a Comment

Share this post