કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી

કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી

  • ભારત સરકારે ગેસના ભાવ અંગે કિરીટ પરીખ પેનલના સૂચનો સ્વીકાર્યા છે. કેન્દ્રીય કેબિનેટે નેચરલ ગેસના ભાવ નિર્ધારણ માટે નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે તથા CNG અને પાઇપથી મળતા રાંધણ ગેસના બેફામ ભાવ પર અંકુશ મૂકવા ટોચ મર્યાદા લાદી છે. તેનાથી CNG અને પાઇપ્ડ રાંધણ ગેસ (PNG)ના ભાવમાં 10 ટકા સુધીનો ઘટાડો થશે.
  • APM ગેસ તરીકે ઓળખાતા જૂના ઓઇલ ફિલ્ડમાંથી ઉત્પાદિત નેચરલ ગેસના ભાવ હવે ક્રૂડ ઓઇલના ભાવને આધારે નક્કી કરવામાં આવશે. અત્યાર સુધી નેચરલ ગેસના ભાવ અમેરિકા, કેનેડા અને રશિયા જેવા ગેસ સરપ્લસ દેશોના ભાવને આધારે નક્કી કરવામાં આવતા હતા. પહેલી એપ્રિલથી APM ગેસના ભાવ ભારત આયાત કરે છે તેવા ક્રૂડ ઓઇલ (ઇન્ડિયન બાસ્કેટ)ના ભાવના 10 ટકાના આધારે નિર્ધારિત કરાશે. આ ભાવ પર મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (mmBtu) દીઠ 6.5 ડોલરની ટોચની મર્યાદા રહેશે. હાલના ગેસના ભાવ પર mmBtu દીઠ 8.57 ડોલરની ટોચ મર્યાદા છે.
  • સરકારે આ ઉપરાંત તળિયાના ભાવ પણ નિર્ધારિત કર્યા છે, જે mmBtu દીઠ 4 ડોલર રહેશે. નેચરલ ગેસના ભાવ હવે દર મહિને નિર્ધારિત કરવામાં આવશે. હાલના ભાવમાં દ્વિ-વાર્ષિક ધોરણે સુધારો કરવામાં આવે છે.
  • સરકારે APM ગેસ પર ટોચની મર્યાદા લાદી હોવાથી ONGC અને ઓઇલ ઇન્ડિયાને mmBtu દીઠ 6.5 ડોલરનો ભાવ મળશે. જેનાથી ભારતના ઉર્જા મિશ્રણમાં ગેસનો હિસ્સો 2030 સુધીમાં 15% સુધી વધારવામાં મદદ મળશે જે હાલમાં લગભગ 4% છે.

Leave a Comment

TOPICS : ,

Share this post