વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટનો સોલાર વિન્ડપાર્ક

વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટનો સોલાર વિન્ડપાર્ક

  • વિશ્વના સૌથી મોટા 30 હજાર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણાધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરાશે. ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં 50 ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-2024 સુધીમાં તથા 100 ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-2026માં પૂર્ણ કરાશે. પાટણ જિલ્લાના ચારણકા સોલાર પાર્ક ખાતે 730 મેગાવોટની ક્ષમતા ધરાવતા પાર્કમાં 36 ડેવલપરો દ્વારા 100 ટકા ક્ષમતા વીજ ઉત્પાદન કરવામાં આવી રહી છે. રાધાનેસડા સોલાર પાર્ક ખાતે 500 મેગાવોટ અને ધોલેરા ખાતે 300 મેગાવોટ સોલાર પાર્ક કાર્યરત છે.

Leave a Comment

TOPICS : ,

Share this post