ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિ 2022

ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની ત્રીજી આવૃત્તિ 2022

  • કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5th મેના રોજ લખનૌમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ (KIUG) 2022 ના લોગો, જર્સી, માસ્કોટ, મશાલ અને રાષ્ટ્રગીત લોન્ચ કર્યા હતા. ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની 3જી આવૃત્તિ 23 મે થી 3 જૂન દરમિયાન યોજાશે. ઉદ્દઘાટન સમારોહ 25 મેના રોજ લખનૌની બાબુ બનારસી દાસ યુનિવર્સિટીમાં યોજાશે.
  • આ રમતોત્સવમાં દેશભરની 200 થી વધુ યુનિવર્સિટીઓમાંથી અંદાજિત 4700 થી વધુ રમતવીરો ભાગ લેશે અને 21 રમતો રમાશે. આ રમતો લખનૌ, વારાણસી, નોઈડા અને ગોરખપુરમાં યોજાશે. શૂટિંગ સ્પર્ધાનું આયોજન નવી દિલ્હીમાં ડૉ. કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે કરવામાં આવશે. પ્રથમ વખત, રોઈંગ જેવી વોટર સ્પોર્ટ્સ ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનો ભાગ હશે.
  • કર્ણાટકમાં યોજાયેલી ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સમાં મલ્લખંભ અને યોગાસન નામની બે સ્વદેશી રમતોનો છેલ્લી આવૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો હતો એ આ આવૃતિનો પણ ભાગ હશે. KIYG 2022નું સત્તાવાર માસ્કોટ “જીતુ” Jitu the Barasingha પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

KIYG 2022નું સત્તાવાર માસ્કોટ “જીતુ”

  • Jitu the Barasingha – તેમાં ઉત્તર પ્રદેશ રાજ્યના પશુ હરણ અને રાજ્ય પક્ષી સારસનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુંભકરની જીત આજથી ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત બનવી જોઈએ અને સારસ તેને આમાં સાથ આપશે. બંને સાથે મળીને ખેલાડીઓને વિજય તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે.

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ

  • તે 2018માં તત્કાલીન રમતગમત મંત્રી કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે દિલ્હીમાં લોન્ચ કર્યું હતું.તેની રચના 3 યોજનાઓને મર્જ કરીને કરવામાં આવી હતી એટલે કે રાજીવ ગાંધી ખેલ અભિયાન (RGKA), અર્બન સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ (USIS), અને નેશનલ સ્પોર્ટ્સ ટેલેન્ટ સર્ચ સ્કીમ (NSTSS)

TOPS (Target Olympic Podium Scheme)

  • લોન્ચ વર્ષ – 2014
  • ધ્યેય – આગામી ઓલિમ્પિક ગેમ્સ માટે સંભવિત મેડલની સંભાવનાઓને ઓળખવા અને સમર્થન આપવાનું જેથી ભારતના પ્રદર્શનમાં સુધારો થાય. મિશન ઓલિમ્પિક સેલ – ટોપ સ્કીમ હેઠળ પસંદ કરાયેલા એથ્લેટ્સને મદદ કરવા માટે સમર્પિત સંસ્થા બનાવવામાં આવી છે. તે ભારતમાં રમતગમતના વિકાસ માટેની રાષ્ટ્રીય યોજના છે.

Leave a Comment

TOPICS : ,

Share this post