સાગર પરિક્રમાનો ત્રીજો તબક્કો

સાગર પરિક્રમાનો ત્રીજો તબક્કો

  • કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ ગુજરાતનાં હજીરા બંદરથી સાગર પરિક્રમાનાં તૃતીય ચરણનો પ્રારંભ કર્યો છે. સતપતિ, વસઈ, વર્સોવા ખાતે મહારાષ્ટ્રની દરિયાકિનારાની રેખા તરફ આગળ વધશે અને આ પરિક્રમા મુંબઈના સાસણ ડોક ખાતે પૂર્ણ થશે.
  • દરિયાઈ માછલીનાં ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે, જે દેશનાં કુલ દરિયાઇ માછલી ઉત્પાદનમાં 16.67 ટકા હિસ્સો ધરાવે છે.
  • ‘સાગર પરિક્રમા’નો પ્રથમ તબક્કો કાર્યક્રમ ગુજરાતમાં યોજાયો હતો, જે 5 માર્ચ, 2022ના રોજ માંડવીથી શરૂ થયો હતો અને 6 માર્ચ 2022ના રોજ ગુજરાતના પોરબંદર ખાતે સમાપ્ત થયો હતો.
  • બીજો તબક્કો સાગર પરિક્રમા ચરણ -2 પ્રોગ્રામ તરીકે 22 સપ્ટેમ્બર 2022ના રોજ માંગરોળથી વેરાવળ સુધી શરૂ થઈ હતી અને 23 સપ્ટેમ્બર 2022ના રોજ મૂળ દ્વારકાથી માધવાડ સુધી મૂળ દ્વારકા ખાતે સમાપ્ત થઈ હતી.
  • સાગર પરિક્રમાનો મુખ્ય ઉદ્દેશ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ મત્સ્યપાલન સંબંધિત યોજનાઓ અને કાર્યક્રમોની માહિતીનો પ્રસાર કરવાનો, જવાબદાર મત્સ્યપાલનને પ્રોત્સાહન આપવાનો, દરિયાઇ ઇકોસિસ્ટમનું સંરક્ષણ કરવાનો અને તમામ માછીમારો અને સંબંધિત હિતધારકો સાથે એકતા દર્શાવવાનો છે.

Leave a Comment

TOPICS : , ,

Share this post