CMIE અનુસાર ગુજરાત અને રાજસ્થાન ભારતમાં ટોચના રોકાણ સ્થળો

તાજેતરમાં સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર ગુજરાત રાજ્ય એ સ્થાનિક તેમજ વિદેશી કોર્પોરેશનો તરફથી નવા રોકાણને આકર્ષવામાં અન્ય તમામ ભારતીય રાજ્યોને પાછળ છોડી દીધા છે.
 • રજૂ કરાયેલા ડેટા અનુસાર ગુજરાત બાદ રાજસ્થાન સૌથી વધુ રોકાણને આકર્ષિત કરનારું રાજ્ય બન્યું હતું.
 • CMIE દ્વારા નાણાકીય વર્ષ (FY)2022 દરમિયાન ગુજરાત માટે અગાઉના નાણાકીય વર્ષની સાપેક્ષે નવા રોકાણો પ્રાપ્ત કરવા માટે 273% નો વધારો થવાની ધારણા રજૂ કરવામાં આવી હતી.
 • રાજસ્થાને પણ આ સમયગાળા દરમિયાન રોકાણ પ્રાપ્ત કરવાના વૃદ્ધિદરમાં 535% નો વધારો પ્રાપ્ત કરીને દ્વિતિય ક્રમ નોંધાવ્યો હતો.

ગુજરાત – એક આદર્શ રોકાણ સ્થળ

ગુજરાત રાજ્યની ટોચની સ્થિતી પાછળ જવાબદાર પરીબળો નીચે મુજબ છે :

 • (a) ઉત્પાદન ક્ષમતા, રોકાણની તકો અને ઓપરેશનના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની દ્રષ્ટિએ ગુજરાત ભારતનું ટોચનું ઔદ્યોગિક રાજ્ય છે.
 • (b) ગુજરાત ક્રુડ ઓઇલનું બીજા ક્રમનું સૌથી મોટું ઉત્પાદક અને કુદરતી ગેસનું ચોથુ સૌથી મોટું ઉત્પાદક છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થિત જામનગર એ વિશ્વમાં સૌથી મોટું પેટ્રોલિયમ રિફાઇનિંગ હબ ધરાવે છે.
 • (c) ગુજરાતનું GDP નાણાકીય વર્ષ 2022માં 260 બિલિયન ડોલર સુધી પહોચ્યું હતું અને વર્ષ દર વર્ષ તેમાં 7% નો વૃદ્ધિદર નોંધાયો છે જેના અનુસંધાને નાણાકીય વર્ષ 2023માં તે 280 બિલિયન ડોલર સુધી પહોંચવાની ધારણા છે.
 • (d) ગુજરાતમાં 42 બંદરો છે, જેમાં લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ સૌથી મોટું કંડલા બંદર અને 41 નાના છતાં કાર્યક્ષમ બંદરોનો સમાવેશ થાય છે.
 • (e) ગુજરાત તેની ઉમદા ઔદ્યોગિક અને રોકાણ-મૈત્રીપૂર્ણ નીતિઓને કારણે રોકાણ માટે ભારતના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાંનું એક બન્યું છે.
 • (f) DPIIT દ્વારા લોજિસ્ટિક્સ સુગમતા માટેના LEADS 2022 સૂચકાંકમાં ‘અચીવર’ તરીકે ગુજરાતને વર્ગીકૃત કરવામાં આવ્યું હતું.
 • (g) ગુજરાતમાં વર્તમાનમાં 21 ઓપરેશનલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ(SEZ) છે.
 • (h) રસાયણ ઉદ્યોગોમાં પણ ગુજરાત અગ્રેસર છે તેમજ હરીત ઊર્જા ક્ષેત્રે પણ ગુજરાત નોંધપાત્ર પ્રગતી ધરાવે છે.
 • (i) ઓફશોર ફાઇનાન્શિયલ માર્કેટના રોકાણકારોને આકર્ષવા માટે ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સિટી (GIFT CITY) ખાતે ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર(IFSC)ની સ્થાપના કરવામાં આવી છે.

આ તમામ પાસાઓ ગુજરાતને ઉમદા રોકાણ સ્થળ તરીકે ટોચ પર પહોંચવા જરૂરી પીઠબળ પૂરું પાડે છે.

રાજસ્થાન – એક આદર્શ રોકાણ સ્થળ

 • રોકાણ(Investment)ના સ્થળ તરીકે રાજસ્થાનના આકર્ષણનું એક મુખ્ય કારણ તેનું વ્યૂહાત્મક સ્થાન છે. પોતાના વિશાળ ક્ષેત્રફળ સાથે તે પાંચ મહત્ત્વપૂર્ણ ભારતીય રાજ્યો સાથે સરહદ ધરાવે છે.
 • રાજસ્થાન એ ઉતર ભારતના રાજ્યો તથા ભારતના પશ્ચિમ કિનારે આવેલા બંદરો વચ્ચે એક મહત્ત્વપૂર્ણ પરિવહન કડી તરીકે કામ કરે છે. જેથી ભારતમાં પોતાની પહોંચ વિસ્તારવા માંગતી કંપનીઓ માટે રાજસ્થાન એક આદર્શ સ્થાન તરીકે ઊભરી આવ્યું છે.
 • રાજસ્થાનનો કુશળ કામદાર સમૂહ જેણે સેવાક્ષેત્રે નાણાકીય વર્ષ 2021માં રાજ્યના GVAમાં લગભગ 45% યોગદાન આપ્યું છે તે રાજસ્થાનને રોકાણનું આકર્ષક સ્થળ બનાવે છે.
 • તે ભારતનાં અન્ય કોઈપણ રાજયો કરતાં ચુનાના પથ્થર, કોપર, ચાંદી, રોક ફોસ્ફેટ અને જીપ્સમ જેવી ખનીજોનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.
 • ઇન્વેસ્ટ ઇન્ડિયાના ડેટા અનુસાર, ઓક્ટોબર 2019થી સપ્ટેમ્બર 2022ના સમયગાળા દરમિયાન રાજસ્થાનમાં 1.88 બિલિયન યુ.એસ ડોલરનું FDI નોંધાયું હતું જે રાજસ્થાનમાં વિદેશી રોકાણકારોની વધતી જતી રુચિ અને તેની વધુ આર્થિક વૃદ્ધિની સંભાવના દર્શાવે છે.

CMIE (સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઈકોનોમી)

 • CMIE એ અગ્રણી બિઝનેસ ઇન્ફોર્મેશન કંપની છે, તેની સ્થાપના 1976માં કરવામાં આવી હતી. તે એક સ્વતંત્ર થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે.
 • CMIEનું મુખ્ય કાર્ય આર્થિક અને વ્યવસાયિક ડેટાબેઝનું ઉત્પાદન કરવાનું છે.
 • તે સંશોધકોને બજાર આધારિત નિર્ણયો લેવા તથા પોતાના ગ્રાહકો સુધી પહોંચવા માટે વિશિષ્ટ વિશ્લેષણાત્મક સાધનો વિકસાવે છે.
 • સરળ શબ્દોમાં કહીએ તો વર્તમાન સમયે અર્થતંત્રમાં ઉપસ્થિત વલણો(Trends)ને સમજવા માટે ઉપયોગી ડેટાબેજનું નિર્માણ કરી તેને લોકો સુધી પહોંચાડવા માટે CMIE એ નિષ્ણાત વિશ્લેષકની ભૂમિકા અદા કરે છે.

Leave a Comment

Share this post