ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર

ઉત્તરપૂર્વના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેરાત કરવામાં આવી છે.

 • ત્રિપુરામાં 16 ફેબ્રુઆરી તેમજ મેઘાલય અને નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરી એ ચૂંટણી યોજાશે.
 •  2 માર્ચે ચૂંટણી પરિણામ સામે આવશે.
 • આ વખતે ત્રણેય રાજ્યોની 60 (ત્રણેયની અલગ અલગ )  સીટો પર  ચૂંટણી યોજાશે.
 • નાગાલેન્ડ વિધાનસભાનો કાર્યકાળ 12 માર્ચે, મેઘાલય વિધાનસભાનો કાર્યકાળ 15 માર્ચે અને ત્રિપુરા વિધાનસભાનો કાર્યકાળ 22 માર્ચે સમાપ્ત થાય છે.
 • હાલમાં ત્રિપુરામાં ભાજપની સરકાર છે. જ્યારે નાગાલેન્ડમાં એનડીપીપીના નેફિયુ રિયો મુખ્યમંત્રી છે.

ECI: Election Commission of India : ભારતીય ચૂંટણી પંચ

 • બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર
 • રચના : ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦
 • ઉલ્લેખ : બંધારણમાં ભાગ-15 (અનુચ્છેદ 324 થી 329 )
 • મુખ્યમથક : નવી દિલ્હી
 • પ્રથમ ચૂંટણી કમિશ્નર : સુકુમાર સેન
 • અત્યારે મુખ્ય ચૂંટણી કમિશ્નર  : રાજીવ કુમાર(25માં નંબરના)
 • હાલમાં અન્ય બે ચૂંટણી કમિશ્નર
 • ચૂંટણી કમિશ્નર:- અરુણ ગોયલ
 • ચૂંટણી કમિશ્નર:- અનુપ ચંદ્ર પાંડે
 • પ્રથમ મહિલા મુખ્ય ચૂંટણી કમિશ્નર  : શ્રીમતી વિ. એસ. રમાદેવી
 • પ્રથમ ચૂંટણી : 1951-52
 • મુખ્ય કાર્ય :  ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે. ચૂંટણીપંચને ભારતની સંસદીય, રાજ્યના ધારાગૃહોની અને ભારતના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓના સંચાલન, દિશાનિર્દેશન અને નિયંત્રણની સત્તા છે
 • ભારતનાં ચૂંટણી પંચનાં સ્થાપના દિવસ નિમિત્તે વર્ષ 2011થી દર વર્ષે 25 મી જાન્યુઆરીના રોજ આખા દેશમાં રાષ્ટ્રીય મતદાર દિવસ ઉજવાય છે.

1 thought on “ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર”

Leave a Comment

Share this post