ટ્વિટરનો લોગો  ‘X’

ટ્વિટરનો લોગો  ‘X’

  • અબજોપતિ અને ટ્વિટરના માલિક એલોન મસ્ક ટૂંક સમયમાં ટ્વિટરના બ્લુ બર્ડને ‘X’ લોગોથી રિપ્લેસ કર્યો છે. ટ્વિટરના લોગો અને નામ સાથે એક નવું URL (X.com) પણ આવ્યું છે. મસ્કની સોશિયલ મીડિયા સાઇટનો નવો લોગો બ્લેક બેકગ્રાઉન્ડ સાથે સફેદ કલરનો એક્સ છે. X લોગો સાથે મસ્કનો પ્રયાસ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મને ચીનની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વીચેટના મોડેલને અપનાવવાનો છે.
  • WeChat એ ચીનની એક સુપર એપ છે, જ્યાં તમામ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. સુપર એપનો ખ્યાલ એ છે કે એક એપમાં વિવિધ સેવાઓ, જેમ કે સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ સર્વિસ, ગેમિંગ સર્વિસ અને અન્ય ઉપયોગિતા આધારિત સેવા પૂરી પાડવામાં આવે છે.
  • X અક્ષર સાથે એલોન મસ્કનું જોડાણ 1999નું છે. તેમણે com નામની એક ઓનલાઈન બેંકિંગ કંપની બનાવી હતી બાદમાં તેને બીજી કંપની સાથે મર્જ કરી જે પેપાલ બની હતી. 2017માં મસ્કે પેપાલ પાસેથી URL “X.com” ફરીથી ખરીદ્યું હતું.
  • 2020મા, મસ્કે તેમના એક પુત્રનું નામ X Æ A-12 મસ્ક રાખ્યું છે. Æ નો ઉચ્ચાર “એશ” થાય છે. મસ્કે 12 જુલાઇએ xAI નામની નવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કંપની શરૂ કરી છે. 4 મહિના પહેલા ઈલોન મસ્કે ટ્વિટરના બ્લુ બર્ડને હટાવીને એક કૂતરાને ટ્વિટરનો લોગો બનાવ્યો હતો. જોકે બાદમાં ફરીથી બ્લુ બર્ડને ટ્વિટરનો લોગો બનાવી દેવામાં આવ્યો હતો.

Leave a Comment

Share this post