દાહોદમાં ઉ‌દ્‌વહન સિંચાઇ યોજનાનું ખાતમૂહુર્ત

  • ‘ખેડ, ખાતર અને પાણી, સમૃદ્ધિ લાવે તાણી’ આ મંત્રને અપનાવી રાજય સરકાર ખેડૂતોની પડખે ઊભી છે.
  • રાજયના ખેડૂતોને સિંચાઈની પૂરતી વયવસથા મળી રહે તે માટે વિવિધ યોજનાઓ બનાવી છે, જે અંતર્ગત તાજેતરમાં પંચાયત અને કૃષી રાજયમંત્રી  શ્રી બચુભાઇ ખાબડે દાહોદ જીલ્લામાં ઉ‌દ્‌વહન  સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત હતું.
  • કૃષી રાજયમંત્રી  શ્રી બચુભાઇ ખાબડે જણાવ્યું હતું કે, ખેડૂતો સમૃદ્ધ બને એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝન મુજબ રાજય સરકાર પ્રતિબદ્ધતા સાથે આગળ વધી રહી છે.
  • ખેડૂતો બારેમાસ ખેતી કરી શકે તો ઘણી બધી સમસયાઓનું સમાધાન થઇ શકે છે.
  • સરકાર આ માટે જરૂરી સિંચાઇની વિવિધ યોજનાઓનું ઝડપથી અમલીકરણ કરી રહી છે.
  • ગ્રામ વિસ્તારમાં વિવિધ યોજનાઓનું સફળ રીતે અમલીકરણ કરીને વીજળી, પાણી, શિક્ષણ સહિતની પાયાની બાબતો પર સારાં પરિણામો લાવી શકાય છે.

Leave a Comment

Share this post