UIDAIએ લોન્ચ કર્યું :આધાર મિત્ર

UIDAIએ લોન્ચ કર્યું : આધાર મિત્ર

  • UIDAI એ તાજેતરમાં AI આધારિત ચેટબોટ લોન્ચ કર્યું છે. UIDAIએ તેને ‘આધાર મિત્ર’ નામ આપ્યું છે. UIDAI ના આ ચેટબોટની મદદથી તમે તમારા આધાર સંબંધિત કોઈપણ માહિતી મેળવી શકો છો.
  • આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ/મશીન લર્નિંગ (AI/ML)-આધારિત ચેટબોટ આધાર નોંધણી નંબર, પીવીસી કાર્ડ ઓર્ડરની સ્થિતિ અને ફરિયાદની સ્થિતિ સાથે સંબંધિત પ્રશ્નોના જવાબ આપી શકે છે. તે અંગ્રેજી અને હિન્દી બંને ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  • UIDAI એ આધાર મિત્ર પર QR કોડ પણ જોડ્યો છે, જેને સ્કેન કરીને ભારતીય નાગરિકો નવા આધાર મિત્ર AI ની સુવિધા મેળવી શકે છે.UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને આધાર મિત્રને એક્સેસ કરી શકાય છે.તેની મદદથી, તમે આધાર પીવીસી કાર્ડની સ્થિતિ, નોંધણી અને ટ્રેકિંગ સંબંધિત પ્રશ્નો, આધાર અપડેટ્સ અને અન્ય બાબતો વિશે માહિતી મેળવી શકશો.

UIDAI:  The Unique Identification Authority of India

  • આધાર અધિનિયમ 2016 અંતર્ગત 12 જુલાઈ 2016ના રોજ ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રોદ્યોગિકી અંતર્ગત સ્થપાયેલ વૈધાનિક ઑથોરિટી છે.
  • મુખ્ય કાર્યપાલક અધિકારી(CEO):  સૌરભ ગર્ગ
  • મુખ્ય મથક : નવી દિલ્હી અને સમગ્ર દેશમાં આઠ પ્રાદેશિક કચેરીઓ
  • બે ડેટા કેન્દ્રો: હેબ્બલ  (બેંગલુરુ), કર્ણાટકમાં અને હરિયાણાના માનેસર (ગુરુગ્રામ)
  • ઑથોરિટીમાં બે પાર્ટ ટાઈમ  સભ્યો અને એક ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર હોય છે જે ઑથોરિટીના સભ્ય સચિવ રહેશે.
  • પ્રથમ યુઆઈડી નંબર મહારાષ્ટ્રના નંદુરબારના નિવાસીને 29 સપ્ટેમ્બર, 2010ના રોજ જારી કરાયો હતો.

Leave a Comment

Share this post