યુનેસ્કો : ‘ગુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ’ 2023

યુનેસ્કો : ‘ગુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ’ 2023

  • જેલમાં બંધ ઈરાની મહિલા પત્રકારોને 2023 યુનેસ્કો/ગ્યુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો છે. ત્રણ વિજેતાઓ, નીલુફર હમેદી, ઇલાહે મોહમ્મદી અને નરગેસ મોહમ્મદીને ઈરાનમાં માનવાધિકારના હનન, સત્ય અને જવાબદારી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અંગે અહેવાલ આપવા માટેના તેમના કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુનેસ્કો : ‘ગુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ’વિશે

  • યુનેસ્કો દ્વારા પત્રકારત્વની સ્વતંત્રતા માટે નોંધપાત્ર કાર્ય કરનાર વ્યક્તિ અથવા સંસ્થાને ‘ગુલેર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ પ્રાઈઝ’ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 1997માં કરવામાં આવી હતી. આ પુરસ્કારની સ્થાપના યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડની પહેલથી કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ કોલમ્બિયાના પત્રકાર ગિલેર્મો કેનો ઇસાઝાના માનમાં આપવામાં આવ્યું છે, જેની 17 ડિસેમ્બર 1986ના રોજ કોલંબિયાના બોગોટામાં તેમના અખબાર અલ એસ્પેક્ટાડોરની ઓફિસની સામે હત્યા કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post