પ્રાકૃતિક ગેસ ક્ષેત્રમાં 1 એપ્રિલ,2023થી સમાન ટેરિફ અમલી

પ્રાકૃતિક ગેસ ક્ષેત્રમાં 1 એપ્રિલ,2023થી સમાન ટેરિફ અમલી

  • પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB ), જે ડાઉનસ્ટ્રીમ રેગ્યુલેટર છે, તેણે જાહેરાત કરી કે તેણે PNGRB (ડેટરમિનેશન ઓફ નેચરલ ગેસ પાઇપલાઇન ટેરિફ) રેગ્યુલેશન્સમાં સુધારો કર્યો છે. વન નેશન, વન ગ્રીડ અને વન પ્રાઇસની તર્જ પર નેચરલ ગેસ સેક્ટરમાં એકસમાન ટેરિફ 1 એપ્રિલ,2023થી અમલમાં આવી રહી છે.

ઝોનલ યુનિફાઇડ ટેરિફ 1લી એપ્રિલ 2023થી લાગુ થશે

  • ઝોનલ યુનિફાઇડ ટેરિફ દેશના સમગ્ર ગેસ નેટવર્કમાં લાગુ કરવામાં આવશે. તે ત્રણ ભાવ ઝોનમાં વર્ગીકૃત થયેલ છે અને આ ઝોન ગેસ સ્ત્રોતથી તેમના અંતર પર આધારિત છે. યુનિફોર્મ ટેરિફ 93 રૂપિયા પ્રતિ મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ હશે. જ્યાં પ્રથમ ઝોન ગેસ સ્ત્રોતથી 300 કિમીના અંતર સુધીનો છે, બીજો ઝોન 300 – 1200 કિમી અને ત્રીજો ઝોન 1200 કિમીથી વધુનો છે.

Leave a Comment

TOPICS : ,

Share this post