કેન્દ્રીય અંદાજપત્ર 2023-24

કેન્દ્રીય અંદાજપત્ર 2023-24

 • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023-24 માટેનું સામાન્ય અંદાજ પત્ર 1 ફેબ્રુઆરી 2023ના રોજ  લોકસભામાં રજૂ કર્યું છે. આ સાથે તેઓ મહિલા તરીકે સતત પાંચમી વખત બજેટ રજૂ કરનારા પ્રથમ મહિલા નાણામંત્રી બન્યા છે. આ બજેટ ભાષણ કેન્દ્રીય નાણામંત્રીએ 90 મિનિટની અંદર સમાપ્ત કરી દીધું હતું.
 • સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ પણ નિર્મલા સીતારમણના નામે છે. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, તેમણે કેન્દ્રીય બજેટ 2020-21 રજૂ કરતી વખતે 162 મિનિટ સુધી સતત ભાષણ આપ્યું હતું. નાણામંત્રી નિર્મલા સિતારમણ પહેલા સંસદમાં સૌથી લાંબુ બજેટ ભાષણનો રેકોર્ડ જસવંત સિંહના નામે હતો. વર્ષ 2003-04નું કેન્દ્રીય બજેટ રજૂ કરતા સમયે 135 મિનિટ ભાષણ આપ્યું હતું.
 • બજેટ ભાષણમાં શબ્દોની સંખ્યા બાબતે જોઈએ તો આ રેકોર્ડ મનમોહન સિંહના નામે છે. જેમણે 1991માં બજેટ રજૂ કરતી વખતે 18,650 શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સમયની રીતે સીતારમનનું વર્ષ 2020નું બજેટ ભાષણ સૌથી લાંબો રેકોર્ડ ધરાવે છે, પરંતુ શબ્દોની સંખ્યા 13,275 હતી.

ભારતનું પેપરલેસ બજેટ :

 • નિર્મલા સીતારમણે આઝાદ ભારતનું સૌથી પહેલું પેપરલેસ બજેટ રજૂ કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. ડિજિટલ ઈન્ડિયામાં વર્ષ 2021માં ડિજીટલી રૂપે ટેબ્લેટના માધ્યમથી કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. બજેટ ભાષણ પૂરું થયા બાદ બજેટના દસ્તાવેજો મોબાઈલ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. વર્ષ 2022માં પણ સીતારમને પેપરલેસ બજેટની પરંપરા ચાલુ રાખી. આ વર્ષે પણ તેઓ રેડ ટેબ્લેટમાં બજેટ ભાષણ વાંચ્યું છે. સતત ત્રીજા વર્ષે પેપરલેસ બજેટભાષણ તૈયાર કર્યું છે.

સપ્તર્ષિ: બજેટ 2023-24ની સાત માર્ગદર્શક પ્રાથમિકતાઓ

 • કેન્દ્રીય નાણાં મંત્રીએ અમૃત કાલમાં પ્રથમ બજેટની જાહેરાત કરી હતી જે સાત પ્રાથમિકતાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે જે એકબીજાના પૂરક છે અને ‘સપ્તર્ષિ’ તરીકે કાર્ય કરે છે.
 1. સમાવેશી વિકાસ
 2. છેલ્લા માઇલ સુધી પહોંચવું
 3. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણ
 4. સંભવિત મુક્તિ
 5. હરિત વૃદ્ધિ
 6. યુવા શક્તિ
 7. નાણાકીય ક્ષેત્ર

મુખ્ય વિશેષ મુદ્દાઓ

 • ભારતીય અર્થતંત્ર છેલ્લા નવ વર્ષમાં વધીને વિશ્વનું પાંચમું અર્થતંત્ર બન્યું છે.
 • બજેટ 2023-24 અમૃત કાલ માટેનું વિઝન રજૂ કરે છે- એક સશક્ત અને સમાવિષ્ટ અર્થતંત્ર માટે બ્લુ પ્રિન્ટ
 • આ વિઝનને હાંસલ કરવા માટેનો આર્થિક કાર્યસૂચિ ત્રણ પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે:
 1. નાગરિકો, ખાસ કરીને યુવાનો, તેમની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે પૂરતી તકો પૂરી પાડવી;
 2. વૃદ્ધિ અને રોજગાર સર્જન માટે મજબૂત પ્રોત્સાહન પૂરું પાડવું; અને
 3. મેક્રો-આર્થિક સ્થિરતાને મજબૂત બનાવવી
 • ભારત@100 માટે તૈયાર કરાયેલી બ્લૂ પ્રિન્ટ
 •  દેશની ભારતની યાત્રામાં આ ફોકસ ક્ષેત્રોને સેવા આપવા @100, બજેટ ચાર પરિવર્તનકારી તકો
 1. એસએચજી દ્વારા મહિલાઓનું આર્થિક સશક્તિકરણ
 2. PM વિશ્વકર્મા કૌશલ સન્માન (PM VIKAS)
 3. મિશન મોડમાં પ્રવાસન પ્રમોશન
 4. હરિત વૃદ્ધિ
 • કેન્દ્રીય બજેટ 2023-24ની મુખ્ય થીમ સર્વસમાવેશક વિકાસ પર ફોકસ છે.
 • ગ્રામીણ ક્ષેત્રોમાં કૃષિ સ્ટાર્ટઅપ શરૂ કરવા કૃષિ વર્ધકનિધિ સ્થપાશે.
 • બરછટ અનાજ માટે ભારતમાં શ્રી અન્ન વૈશ્વિક કેન્દ્ર શરૂ કરાશે.
 • છ હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે પીએમ મત્સ્ય સમ્પદા યોજનાની પેટા યોજના શરૂ કરાશે.
 • રાષ્ટ્રીય ડિજીટલ પુસ્તકાલયની સ્થાપના કરાશે.
 • કૃષિ ઉત્પાદનો કૃષિક્ષેત્રના સ્ટાર્ટ અપ અને કૃષિ આધારિત ઉદ્યોગોને મદદરૂપ થવા ડિજીટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રચના કરાશે
 • પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખર્ચમાં 66 ટકાનો વધારો કરીને  તે 79 હજાર કરોડ રૂપિયા કરાશે.
 • વિમાન મુસાફરી દ્વારા પ્રાદેશિક ક્ષેત્રે સંપર્ક માટે વધુ 50 વિમાન મથકો, હેલીપેડ અને વોટરએરોડ્રોમ સ્થપાશે.
 • આર્ટિફિશિયલ ઇન્ટિલીજન્સ માટે ત્રણ ઉત્કૃષ્ટતા કેન્દ્રો શરૂ કરાશે.
 • નવી 157 નર્સીંગ કોલેજો શરૂ કરાશે.
 • 5જી એપ્સ તૈયાર કરવા 100 પ્રયોગશાળાઓ શરૂ કરાશે.
 • પ્રાકૃતિક ખેતી માટે 10 હજાર બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્ર શરૂ કરાશે.
 • બાળકો અને કુમારોને ગુણવત્તા યુક્ત પુસ્તકો ઉપલબ્ધ કરાવવા રાષ્ટ્રીય ડીજીટલ લાઇબ્રેરી શરૂ કરાશે.
 • અમૃત વારસા યોજના હેઠળ રામસર સાઇટના સંરક્ષણને પ્રોત્સાહન અપાશે.
 • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજનાના ચોથા તબક્કાનો આરંભ કરાશે.
 • એક જિલ્લા એક ઉત્પાદન યોજના હેઠળ યુનિટીમોલની સ્થાપના કરાશે.
 • મહિલા સન્માન બચતપત્ર યોજના માર્ચ 2025 સુધીમાં શરૂ કરાશે.
 • વરિષ્ઠ નાગરિકો માટે બચત યોજનાની મહત્તમ મર્યાદા 15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી.

વ્યક્તિગત આવકવેરામાં મુખ્ય જાહેરાતો

 • વર્ષ 2047 સુધીમાં સિકલ સેલ એનિમિયા નાબૂદ કરવા ખાસ ઝૂબેશ શરૂ કરાશે.
 • અગ્નિવીરના હિતમાં અગ્નિવીર નિધિને EEE સ્તર અપાશે.
 • નાણાકીય વર્ષ 2023-24માં રાજકોષીય ખાધ 5.9 ટકા રહેશે
 • નાણાકીય વર્ષ 2023-24માં મહેસૂલી ખાધ 2.9 ટકા રહેશે
 • નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં રાજકોષીય ખાધ 4.5 ટકાથી નીચે પહોંચી જશે.
 • નવી કર વ્યવસ્થા હેઠળ 7 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિઓએ કોઈ આવકવેરો ચૂકવવો પડશે નહીં
 • હાલમાં, 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનાર વ્યક્તિઓ જૂની અને નવી બંને કર વ્યવસ્થામાં કોઈ ટેક્સ ચૂકવતા નથી.
 • નવા વ્યક્તિગત આવકવેરા શાસનમાં કર માળખામાં સ્લેબની સંખ્યા ઘટાડીને 5 અને કર મુક્તિ મર્યાદા વધારીને 3 લાખ કરવાની દરખાસ્ત કરી

નવા કર દરો

કુલ આવક (રૂ.) દર (ટકાવારી)
0-3 લાખ સુધી Nil
3-6 લાખથી 5
6-9 લાખથી 10
9-12 લાખથી 15
12-15 લાખથી 20
15 લાખથી વધુ 30
 • રૂપિયા. 2 કરોડથી વધુની આવક માટે નવા કર વ્યવસ્થામાં ટોચનો સરચાર્જ દર 37 ટકાથી ઘટાડીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
 • બજેટમાં સરકારી પગારદાર વર્ગની અનુરૂપ બિન-સરકારી પગારદાર કર્મચારીઓને નિવૃત્તિ પર રજા રોકડ પર કર મુક્તિની મર્યાદાને 25 લાખ રૂપિયા સુધી લંબાવવાનો પ્રસ્તાવ છે. હાલમાં મહત્તમ રકમ 3 લાખ રૂપિયા છે જેના પર મુક્તિ આપી શકાય છે.

બજેટ

 • બજેટ શબ્દની ઉત્પત્તિ ફ્રેન્ચ શબ્દ બુગેટ પરથી થઈ, જેનો અર્થ થાય છે ચામડાની થેલી. તેથી આ પરંપરાંને બજેટ કહેવામાં આવી
 • બજેટને ચામડાની બ્રીફકેસમાં લાવવાની પરંપરા બ્રિટનમાં શરુ થઈ.
 • 1860માં બ્રિટનનાં ચાન્સેલર ઑફ ધ એક્સચેકર ચીફ વિલિયમ એવર્ટ ગ્લેડસ્ટન ફાઇનાન્સિયલ પેપર્સનાં બંડલને લેધર બેગમાં લાવવામાં આવી હતી, તેના પર બ્રિટનની રાણીનો મોનોગ્રામ પણ હતો. તેને ગ્લેડસ્ટન બોક્સ નામ આપવામાં આવ્યું.
 • ભારતનું પ્રથમ બજેટ સંસદમાં જેમ્સ વિલ્મસનને 7 એપ્રિલ 1860 પેશ કરવામાં આવ્યું હતું.
 • વિલ્સન ઇન્ડિયા કાઉન્સિલમાં ફાયનાન્સ મેમ્બર હતા.
 • આઝાદ ભારતનું પહેલું બજેટ આર.કે.શણમુખમ શેટ્ટીને એક ચામડાના કાળા થેલામાં પેશ કરવામાં આવ્યું હતું.(26 નવેમ્બર 1947)
 • ભારતીય ગણતંત્રનું પહેલું બજેટ 28 ફેબ્રુઆરી 1950ના રોજ ‘જોન મથાઈ’એ રજુ કર્યું હતું.
 • ‘અંતરીમ બજેટ’ (interim budget)નો સૌપ્રથમ ઉલ્લેખ આર.કે. શણમુખમ  દ્વારા 1948-49ની બજેટ સ્પીચમાં કરવામાં આવ્યો હતો.
 • 1955-56થી સામાન્ય અંદાજપત્ર ના દસ્તાવેજો હિન્દી ભાષામા પણ તૈયાર કરવાની શરૂઆત થઈ.
 • પહેલા માત્ર અંગ્રેજી ભાષામાંજ દસ્તાવેજો તૈયાર કરવામાં આવતા હતા.
 • કુલ ત્રણવાર દેશ ના વડાપ્રધાન દ્વારા સામાન્ય અંદાજપત્રો રજુ થયા છે જેમ કે, (1)1958-59માં જવાહરલાલ નહેરુએ (2)1970-71માં ઈન્દીરા ગાંધીએ (3)1987-88માં રાજીવ ગાંધી
 • જોગાનુ જોગ ત્રણેય એકજ કુંટુબના વારસદારો પિતા-પુત્રી અને માતા પુત્ર છે.
 • દેશનું સામાન્ય અંદાજપત્ર સાંજે 5 કલાકે રજુ કરવાની પરંપરા હતી. જે 1924માં બેસિલ બ્લેકેટ્ટે શરૂ કરી હતી
 • પહેલાં દેશનું સામાન્ય બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું, પરંતુ જ્યારે નાણામંત્રી યશવંત સિન્હાએ ભાજપના નેતૃત્વવાળી NDA સરકારના 1999નું સામાન્ય બજેટ રજૂ કર્યું તો તેમણે આ પરંપરાને તોડતાં સવારે 11 વાગ્યે સંસદમાં એને રજૂ કર્યું, ત્યારથી બજેટ રજૂ કરવાનો સમય 11 વાગ્યે થઈ ગયો.

Leave a Comment

TOPICS : , ,

Share this post